કુવાડવા રોડ પરના ડી-માર્ટ સામે PSIને સરાજાહેર ગાળો ભાંડી જમાદારમો કોલર પકડી ધક્કો મારવામાં આવ્યો હતો
એક ફોન કરીને અત્યારે જ બધા પોલીસવાળાના પટ્ટા ઉતરાવી દઈશ તેવી મારી હેસીયત છે – વિક્રમ રાઠોડ
WatchGujarat. શહેરમાં પોલીસનો કોઈ ખોફ જ ન હોય તેમ ગુણખોરીની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે હવે ખુદ પોલીસ પણ ગુનાખોરોનો ભોગ બની હોવાની એક ઘટના સામે આવી છે. જેમાં રાત્રી કરફ્યુનો ભંગ કરવા બદલ રોકતા પાંચ શખ્સોએ કુવાડવા રોડ પરના ડીમાર્ટ સામે PSIને સરાજાહેર ગાળો ભાંડી જમાદારનો કોલર પકડી ધક્કો માર્યો હતો. મોડીરાત્રે ર્સ્કોપીયોમાં નશાખોર હાલતમાં નિકળેલા આ શખ્સોએ પોલીસને પણ પટ્ટા ઉતરાવી નાખવાની ધમકી આપી પોલીસની આબરૂનાં ધજાગરા ઉડાવ્યા હતા. જેને પગલે પોલીસે ફરજમાં રૂકાવટ, રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પાંચેયની ધરપકડ કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, ગુરુવારની મોડી રાત્રે બી-ડીવીઝન પોલીસનો સ્ટાફ કુવાડવા રોડના ડીમાર્ટ પાસે ડેરા તંબુ તાણી રાત્રી કર્ફયુની અમલવારી કરાવતો હતો. ત્યારે કાળા કલરની ર્સ્કોપીયો સર્પાકારે નિકળતા તેને અટકાવતા તેમાંથી પાંચેય આરોપીઓ નશાખોર હાલતમાં મળી આવ્યા હતા. આ તમામ આરોપીઓની અટકાયતની કાર્યવાહી ચાલુ હતી, ત્યારે આરોપી વિક્રમ રાઠોડે પોલીસને તમે મને પકડી શકો નહીં, જોઉ છું તમે મને કેમ પકડો છો તેમ કહીં પીએસઆઈ કોડીયાતરની સાથે અસભ્ય વર્તન કરી ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું.
એટલુ જ નહીં બાદમાં મોબાઈલ કાઢીને હું એક ફોન કરીને અત્યારે જ બધા પોલીસવાળાના પટ્ટા ઉતરાવી દઈશ તેવી મારી હેસીયત છે, તમે મને ઓળખો છો ? કહીં તમામ પોલીસ સ્ટાફ સાથે સરાજાહેર અસભ્ય વર્તન કર્યા બાદ ઝપાઝપી પણ કરી જમાદાર અજય જીવકુભાઈ બસીયાનો શર્ટ ફાડી નાખી, તેને ધક્કો મારી પછાડી દીધા હતા. પીએસઆઈ કોડીયાતર અન્ય પોલીસમેનો નિરવ વઘાસીયા તેમજ જયદિપસિંહ અજીતસિંહ બોરાણા વચ્ચે પડતા તેમની સાથે પણ ઝપાઝપી કરી બેફામ ગાળો ભાંડી હતી. સાથોસાથ આરોપી વિક્રમે પોલીસની ગાડીમાં બેસવાનો પણ ઈન્કાર કરતા પોલીસે બળપ્રયોગ કરી બેસાડવો પડયો હતો.
પોલીસે જણાવ્યું કે તમામ આરોપીઓને કાયદાનું ભાન કરાવાયું છે. આરોપીઓ અમદાવાદ તરફથી દારૂની મહેફીલ માણી આવી રહ્યા હતા. પોલીસ સાથે બબાલ કરનારાઓમાં મુખ્યત્વે આરોપી વિક્રમ અજીતસિંહ રાઠોડ પડધરીના આણંદપરબાઘી ગામે રહે છે. અને પડધરી તાલુકા પંચાયતનો કોંગ્રેસનો પૂર્વ પ્રમુખ છે. તેની સાથે કુખ્યાત બલી ડાંગરનાં સાગરીત રહી ચુકેલા રામદેવ લક્ષમણ ડાંગર, ગોવિંદ પોપટ રાજપરા, નિરલ અજીતભાઈ પરમાર, અજયરાજસિંહ વનરાજસિંહ ચુડાસમાની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરાતા તમામને જેલહવાલે કરવામાં આવ્યા છે.
પોલીસ મથકમાં પણ ધમાલ, પોલીસ કર્મચારીનો કાંઠલો પકડી લીધો
ફરીયાદ મુજબ આરોપીઓએ પોલીસ સ્ટેશનમાં પણ અસભ્ય વર્તન કરી, પોલીસ સાથે ઝઘડો, માથાકુટ અને ધક્કા-મુક્કી કરી હતી. એટલુ જ નહીં કોન્સ્ટેબલ નિરલનો કોર્લર પકડી તેને ધક્કો મારી દીધો હતો. અન્ય આરોપીઓએ પણ પોલીસ સ્ટાફ સાથે ધક્કા-મુક્કી કરી ફરીથી પોલીસને પટ્ટા ઉતરાવી નાખવાની ધમકી આપી હતી.