• રાજકોટના ગાંધીગ્રામમાં અક્ષરનગર શેરી નં.5માં રહેતા મુકેશનું હ્રદય રોગના કારણે મોત નિપજ્યું હતું
  • પતિના મોતથી 28 વર્ષિય જયાબેનની સ્થિતિ જોઈ પરીવાર વધુ દુ:ખી થતો
  • જયાબેનના બીજા લગ્ન કરાવી દેવા ખુદ સાસુ-સસરાએ જ્ઞાતીમાં જ સારૂ ઠેકાણુ શોધવાનું શરૂ કર્યુ

WatchGujarat. શહેરનાં ગાંધીગ્રામ વિસ્તારમાં દીકરી અને વહુમાં ભેદભાવ રાખતા લોકોને સબક શીખવતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં અક્ષરનગર ખાતે રહેતા મોચી પરિવારનાં પુત્રનું અવસાન થતા સાસુ-સસરાએ પુત્રવધુનાં બીજા લગ્ન કરાવી અનોખો રાહ ચીંધ્યો છે. અને પુત્રવધુએ સાસુ-સસરાનાં આશીર્વાદ સાથે તેના નવજીવનની શરૂઆત કરી છે. આ પ્રેરણાદાયક કાર્ય કરનાર સાસુ-સસરાએ લોકોને વહુને દીકરીની માફક સાચવવાની અપીલ લોકોને કરી છે.

આ પ્રેરણાદાયી કિસ્સા અંગેની જાણવા મળતી વિગત મુજબ, શહેરના ગાંધીગ્રામમાં અક્ષરનગર શેરી નં.5માં રહેતા ધીરૂભાઈ જાદવભાઈ જેઠવા મોચી કામ કરે છે. તેનાં પુત્ર મુકેશભાઈ એક કારખાનામાં કામ કરતા હતા. નવેક વર્ષ પહેલા મુકેશભાઈનાં લગ્ન મહારાષ્ટ્રમાં રહેતા મોચી પરીવારની દીકરી જયાબેન સાથે થયા હતા. આ લગ્ન જીવન દરમિયાન એક પુત્ર અને એક પુત્રી છે. જો કે ગત જાન્યુઆરી માસમાં મુકેશભાઈનું હૃદયરોગના કારણે અવસાન થતા બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. અને પરીવાર પર આભ ફાટી પડયુ હતું.

પતિના મોતથી 28 વર્ષિય જયાબેનની જે સ્થિતિ હતી તે જોઈ પરીવાર વધુ દુ:ખી થતો હોવાથી જયાબેનના બીજા લગ્ન કરાવી દેવા ખુદ સાસુ-સસરાએ જ્ઞાતીમાં જ સારૂ ઠેકાણુ શોધવાનું શરૂ કર્યુ હતું. તેવામાં અમદાવાદ ઠકકરબાપાનગરમાં રહેતા અને મોચીકામ સાથે સીલાઈ કામ કરતા 38 વર્ષીય પરેશભાઈ મગનભાઈ વાઢેરનો પરિચય થયો હતો. અને સગા સબંધીઓ વચ્ચે લગ્નની ચર્ચા કર્યા બાદ સાસુ-સસરાએ કન્યાદાન કરી રાજકોટ કોર્ટમાં પુત્રવધુનાં બીજા લગ્ન કરાવી આપ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud