• સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર સ્પાઈસ જેટ કંપનીની શરુ થયેલી રાજકોટ-ગોવા ફ્લાઈટમાં 42 મુસાફરોએ ઉડાન ભરી
  • SEJ 3701 દિલ્હી-રાજકોટ-ગોવા ફ્લાઈટ બપોરે 1:40 મિનીટે લેન્ડ થઈ હતી અને 42 મુસાફરો સાથે 2 કલાકે ગોવા જવા ટેકઓફ કર્યું
  • સ્પાઈસ જેટની ચાર અને એર ઈન્ડિયા સહિત છ ફ્લાઈટના આવાગમનથી રાજકોટ એરપોર્ટ ફરી મુસાફરોનો કોલાહલથી ગુંજી ઉઠ્યું

WatchGujarat. કોરોનાનો કહેર ઘટતા એરપોર્ટ પર ફ્લાઇટ વધારવામાં આવી છે. જેમાં સૌપ્રથમ 42 મુસાફરો સાથે રાજકોટથી ગોવા માટેની ફલાઈટ ગુરુવારે અહીં આવી પહોંચી હતી. જેને લઈને આ ફ્લાઇટનું વોટર કેનનથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને આ ફ્લાઈટને રાજ્યસભાનાં સાંસદ રામભાઈ મોકરીયાએ લીલીઝંડી આપી ટેકઓફ કરવી હતી. આ ફ્લાઇટ શરૂ થતાં માત્ર રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રનાં લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર સ્પાઈસ જેટ કંપનીની શરુ થયેલી રાજકોટ-ગોવા ફ્લાઈટમાં 42 મુસાફરોએ ઉડાન ભરી હતી. SEJ 3701 દિલ્હી-રાજકોટ-ગોવા ફ્લાઈટ બપોરે 1:40 મિનીટે લેન્ડ થઈ હતી અને 42 મુસાફરો સાથે 2 કલાકે ગોવા જવા ટેકઓફ કર્યું હતું. બાદમાં આ ફ્લાઈટ ગોવાથી સાંજે 17.25 કલાકે પરત ફરતા એરપોર્ટ પર વોટર કેનનથી તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં આ ફ્લાઇટ 17:45 કલાકે રવાના થઈ હતી.

નોંધનીય છે કે, રાજકોટ-ગોવાની ફ્લાઈટ પ્રથમ દિવસે ફુલ રહી હતી. ઉપરાંત સ્પાઈસ જેટની ચાર અને એર ઈન્ડિયા સહિત છ ફ્લાઈટના આવાગમનથી રાજકોટ એરપોર્ટ ફરી મુસાફરોનો કોલાહલથી ગુંજી ઉઠ્યું હતું.  રાજકોટથી મુંબઈ, દિલ્હી, ગોવા, હૈદરાબાદની ડેઈલી ફ્લાઈટ સેવા શરુ થઈ ચૂકી છે. આજથી રાજકોટથી 9-9 ફ્લાઈટ શરૂ થઈ છે. જેમાં રાજકોટથી મુંબઇ- ગોવા-હૈદ્રાબાદ-દિલ્હી માટે એરઇન્ડીયા-ઇન્ડિગો અને સ્પાઇસ જેટની ફ્લાઈટો શરૂ થઈ છે. જો કે મુંબઈ અને ગોવા જવા માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત હોવાની જાણ નહીં હોવાથી 5 મુસાફરોને પરત મોકલાયા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud