• જસદણ તાલુકાનાં દેવપુરા ગામે 65 વર્ષીય માવજીભાઇ વાસાણીની ગત રાત્રે હત્યા કરી અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા
  • મૃતદેહ તેના મકાનની ઓસરીમાં રાખેલા ખાટલામાં નાડા વડે જ બાંધેલી હાલતમાં મળી આવ્યો
  • માવજીભાઇના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી

Watchgujarat. જસદણ તાલુકામાં બે દિવસમાં બે હત્યાના બનાવ સામે આવ્યા છે. બે-બે હત્યાના બનાવ સામે આવતા પોલીસનો ડર રહ્યો ન હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે. અને લોકોમાં ફફડાટ ફેલાયો છે. બે દિવસમાં એક મોડસ ઓપરન્ડીથી આજે બીજી હત્યાનો બનાવ બન્યો છે. જેમાં દેવપુરામાં 65 વર્ષીય વૃદ્ધને અજાણ્યા શખ્સોએ ખાટલામાં નાડા વડે હાથ-પગ બાંધીને મોઢે ડૂમો દઇ પતાવી દેતા નાના એવા ગામમાં સન્નાટો છવાઇ ગયો છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ દોડી ગઈ છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

જાણવા મળતી વિગતો મુજબ, જસદણ તાલુકાનાં દેવપુરા ગામે 65 વર્ષીય માવજીભાઇ વાસાણીની ગત રાત્રે હત્યા કરી અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા છે. સવારે માવજીભાઇનો મૃતદેહ તેના મકાનની ઓસરીમાં રાખેલા ખાટલામાં નાડા વડે જ બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ પણ સતત બીજા દિવસે એક જ મોડાસા ઓપરેન્ડીથી થયેલી આ ઘટનાને જોઈ ચોંકી ઉઠી હતી. અને માવજીભાઇના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા અનુસાર, માવજીભાઇ દાઝેલા લોકોને મફતમાં મલમ લગાડવાનું કામ કરતા હતા. માવજીભાઇની હત્યાથી નાના એવા ગામમાં શોક સાથે ભયનું મોજુ ફરી વળ્યું ગયું છે. અને માવજીભાઇની હત્યા કોણે અને શા માટે કરી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. હત્યા કરનાર શખ્સોને માવજીભાઇ સાથએ શું સંબંધ છે તે તપાસના અંતે બહાર આવશે.

ઉલ્લેખનીય છે કે, જસદણના વિરનગર ગામે સીમમાં એકલા રહેતા 70 વર્ષના વૃદ્ધ શંકરભાઈ પોપટભાઈ વેકરિયાનો ગઈકાલે મૃતદેહ મળ્યો હતો. જોકે પોલીસ તપાસમાં વૃદ્ધની હત્યા થઈ હોવાનું ખુલ્યું હતું. પોલીસે હત્યા કરનાર શખ્સ સંજય વેરસીની ધરપકડ કરી હતી. આરોપીએ પોલીસ સમક્ષ કબૂલ્યુ હતું કે, મારી પત્ની પાસે વૃદ્ધ બિભત્સ માગણી કરતો હોવાથી તેને સાડીથી થાંભલા સાથે બાંધી મોઢે ડૂમો દઇ મોતને ઘાટ ઉતારી નાખ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud