• ગુજરાતના રાજકોટ, મોરબી, પાટણ અને વડોદરા જિલ્લાઓમાં વસવાટ કરતા અન્ય દેશના બિન મુસ્લિમ શરણાર્થીઓ નાગરિકતા માટે કલેક્ટરને અરજી કરી શકશે
  • પાકિસ્તાનમાંથી આવેલા 250 જેટલા બિન મુસ્લિમ પરિવાર રાજકોટના ભગવતીપરામાં રહે છે
  • કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટમાંથી જ બિન મુસ્લિમ લોકોને નાગરિકતા મળશે તેવો નિર્ણય જાહેર કરવામાં આવતા જ આ પરિવારોમાં જાણે દિવાળીનો માહોલ

WatchGujarat. કેન્દ્ર સરકાર દ્વારા શરણાર્થીઓને પોતાના જ જિલ્લામાં નાગરિકતા મળે તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેના થકી રાજકોટમાં છેલ્લા 10વર્ષથી વધુ સમયથી રહેતા 250 જેટલા પરિવારને આનો સીધો જ લાભ મળશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને કારણે હવે તેમણે ગાંધીનગર અથવા દિલ્હી સુધી ધક્કા નહિ ખાવા પડે, અને રાજકોટમાંથી જ તેમને નાગરિકતા મળી જશે. અત્યાર સુધી અહીંના લોકોને નાગરિકતા માટે દિલ્હી-ગાંધીનગરના ધક્કા ખાવા પડતા હતા, પરંતુ હવે આ સુવિધા રાજકોટમાં જ શરૂ થવાની હોવાના કારણે આવા પરિવારોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

અન્ય દેશમાંથી આવેલા બિન મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા માટે હવે કલેક્ટર કચેરીમાં અરજી કરવાની રહેશે. તેવું જાહેરનામું શુક્રવારે જ કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ ગુજરાતના રાજકોટ, મોરબી, પાટણ અને વડોદરા જિલ્લાઓમાં વસવાટ કરતા અન્ય દેશના બિન મુસ્લિમ શરણાર્થીઓ નાગરિકતા માટે કલેક્ટરને અરજી કરી શકશે. એટલે કે આ શરણાર્થીઓને હવે નાગરિકતા માટે દિલ્હી અથવા ગાંધીનગરના ધક્કા નહિ ખાવા પડે.

પાકિસ્તાનમાંથી આવેલા 250 જેટલા બિન મુસ્લિમ પરિવાર રાજકોટના ભગવતીપરામાં રહે છે, ત્યારે અહીં કેટલાક લોકો 15 વર્ષથી તો કેટલાક 10 વર્ષ કરતા વધુ સમયથી રહે છે, પરંતુ આ લોકોને ભારતની નાગરિકતા માટે દિલ્હી અથવા ગાંધીનગરના ધક્કા ખાવા પડતા હતા. કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટમાંથી જ બિન મુસ્લિમ લોકોને નાગરિકતા મળશે તેવો નિર્ણય જાહેર કરવામાં આવતા જ આ પરિવારોમાં જાણે દિવાળીનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

રાજકોટમાં વસતા પાકિસ્તાની પરિવારોને નાગરિકતા માટે દિલ્હી અને ગાંધીનગરના ધક્કા નહિ ખાવા પડે, તે વાતની ખબર પડતાં તેઓએ સરકારને આભાર માન્યો હતો. રાજકોટમાં 15 વર્ષથી રહેતા મહેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, અહીં અમારા સમાજના અંદાજે 250 પરિવાર રહે છે. જેઓને આગામી દિવસોમાં નાગરિકતા મળશે. આ માટે અમે કેન્દ્રની મોદી સરકારનો આભાર માનીએ છીએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud