• રાજકોટ પોલીસ કમિશ્નર સાથે તેમનો શ્વાન સુર્ય નમસ્કાર કરવા માટે જોડાય છે
  • ગોલ્ડન રીટ્રીવર પ્રજાતિનાં શ્ર્વાન ખુબ જ આજ્ઞાકારી સાથે વિવિધ કરતબ બહુ સારી રીતે કરી શકે છે
  • ‘કેપ્ટન’ દ્વારા તેમના જન્મ દિવસનાં અવસરે સૂર્ય નમસ્કારના વિવિધ કરતબો રજુ કરાયા

WatchGujarat. સામાન્ય રીતે શ્ર્વાન માણસનું વફાદાર પ્રાણી ગણાય છે. અને તેને જે શિખવીએ તે જલ્દીથી શીખી લેવાની ક્ષમતા શ્વાનમાં હોય છે. જેને લઈ પોલીસ સાથે સેનામાં પણ શ્વાનનું અનોખું સ્થાન છે. શહેરમાં છેલ્લા દશકામાં શ્ર્વાન પ્રત્યે લોકોના ક્રેઝમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં ગોલ્ડન રીટ્રીવર પ્રજાતિનાં શ્ર્વાન ખુબ જ આજ્ઞાકારી સાથે વિવિધ કરતબ બહુ સારી રીતે કરી શકે છે. ત્યારે હાલ એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં પોલીસ કમિશ્નરનો શ્વાન તેની સાથે જ સૂર્ય નમસ્કાર કરતો નજરે પડે છે. એટલું જ નહીં પોલીસ કમિશ્નરનાં જણાવ્યા મુજબ અન્ય લોકોને શીખવવાની ક્ષમતા પણ તેમના આ શ્વાનમાં છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલનાં જણાવ્યા મુજબ, તેમની પાસે સવા વર્ષનો ગોલ્ડન રીટ્રીવર છે જેનું નામ ‘કેપ્ટન’ છે. અક્ષયકુમારની આવેલી ‘એન્ટરટેઇન્મેન્ટ’ ફિલ્મ બાદ શ્ર્વાનની આ પ્રજાતિ સમગ્ર દેશમાં જાણીતી બની ગઇ છે. તે એક ફેમીલી બ્રીડ હોવાથી શ્ર્વાન લવર તેને પાળી રહ્યા છે.  ‘કેપ્ટન’ દ્વારા તેમના જન્મ દિવસનાં અવસરે સૂર્ય નમસ્કારના વિવિધ કરતબો રજુ કરાયા હતા. આ સાથે જ ‘કેપ્ટન’ને તાલીમબદ્ધ કરતા હાલ તે બીજાને સૂર્ય નમસ્કાર શિખવી શકે તેવી ક્ષમતાવાળો થયો છે. દરેક પ્રજાતિના શ્ર્વાનને તાલીમબદ્ધ કરો તો તે તમામ કામ કરી શકે છે. આજના ફીટ ઇન્ડિયા યુગમાં સૌએ પોતાની હેલ્થ બાબતે જાગૃત થવાની જરૂર હોવાનું પણ તેમણે કહ્યું હતું.

ગોલ્ડન રીટ્રીવર શ્વાનની ખાસિયત

આ એક ફેમીલીયર શ્ર્વાન છે, સ્વભાવે શાંત અને આજ્ઞાકારી હોય છે.

આ શ્ર્વાનનું આયુષ્ય એવરેજ 12 વર્ષ ગણાય છે.

તેના લોંગ હેર સાથે તેમનું લુક ખુબ જ આકર્ષક હોવાથી લોકોને તે ખુબ જ ગમે છે.

ઓપ વ્હાઇટ – ગોલ્ડન અને બ્લેક કલરમાં જોવા મળતા આ શ્ર્વાનનો બ્લેક કલર બહુ ઓછો જોવા મળે છે, મોટાભાગે ‘ગોલ્ડન ‘કલરના વધુ જોવા મળે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud