• નયનાબેને કોરોના કાળમાં વિનામૂલ્યે અનાજ મળ્યું તે અંગે પરિવારમાં ખુબ ખુશી હોવાનું અને તેનાથી પણ વધુ ખુશી વડાપ્રધાન મોદી સાથે સંવાદ કરવા મળ્યાની હોવાનું કહ્યું
  • કૃષિમંત્રી ફળદુના અધ્યક્ષ સ્થાને શહેરમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત આજે લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજનુ વિતરણ કરાયું
  • પાંચ વર્ષના લોકસેવાના કાર્યો પ્રજા સમક્ષ મુકી જન-જનની સેવા કરવાનો અમારો સંકલ્પ છે – કૃષિમંતત્રી ફળદુ

WatchGujarat. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિનામૂલ્યે અનાજ વિતરણ યોજનાના લાભાર્થી સફાઈ કામદાર શ્રીમતિ નયનાબેન સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેમણે પોતાને સૌપ્રથમ ધારાસભ્ય બનાવવા માટે રાજકોટનાં ઋણી હોવાનું જણાવ્યું હતું. અને જૂના સંસ્મરણો વાગોળ્યા હતા. સાથે જ લાભાર્થી નયનાબેનનાં ખબર  અંતર પૂછ્યા પૂછી બાળકોને અભ્યાસ કરાવવા તેમજ સરકારની યોજનાનો લાભ લેવા તેમજ નયનાબેન જેવા  પરિવારોના પોતાના ઉપર આશીર્વાદ હોવાનું પણ કહ્યું હતું.

તો નયનાબેને કોરોના કાળમાં વિનામૂલ્યે અનાજ મળ્યું તે અંગે પરિવારમાં ખુબ ખુશી હોવાનું અને તેનાથી પણ વધુ ખુશી વડાપ્રધાન મોદી સાથે સંવાદ કરવા મળ્યાની હોવાનું કહ્યું હતું. અને આ અવસર મળવા બદલ ગૌરવ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે, કૃષિમંત્રી ફળદુના અધ્યક્ષ સ્થાને શહેરમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત આજે લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજનુ વિતરણ કરાયું હતું. રાજકોટમાં જામ ટાવર રોડ કલેકટર કચેરી સામે ગવર્મેન્ટ એમ્પ્લોપ સ્ટોર ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણનો આ સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે કૃષિમંતત્રી ફળદુએ કહ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં સરકારે સુશાસન ચલાવી ગરીબો ખેડૂતો મહિલાઓ સહિત તમામ વર્ગોના કલ્યાણ માટે સંવેદનાસભર અનેક યોજનાઓ અમલમાં મૂકીને છેવાડાના માનવીના ઉત્કર્ષ માટે સેવાયજ્ઞ કર્યો છે.પાંચ વર્ષના લોકસેવાના કાર્યો પ્રજા સમક્ષ મુકી જન-જનની સેવા કરવાનો અમારો સંકલ્પ છે. અને અમે સતત આ દિશામાં આગળ વધી રહ્યા છીએ. આ તકે સીએમનાં અધ્યક્ષસ્થાને દાહોદમાં યોજાયેલા રાજયકક્ષાના કાર્યક્રમને પણ લાભાર્થીઓએ નિહાળ્યો હતો. સાથે સાથે દિલ્હી ખાતેથી પ્રધાનમંત્રીનાં પ્રવચનનો પણ લાભ લીધો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud