• આજરોજ પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે ઉર્જા મંત્રી સૌરભ પટેલના અધ્યક્ષ સ્થાને ભાજપે ‘નારી ગૌરવ દિવસ’ની ઉજવણી કરાઈ
  • પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોંગી કાર્યકરો ગળામાં બેનરો લટકાવી વિરોધ કરવા પહોંચી ગયા
  • અને પોલીસે દેખાવો કરતા અમિત ચાવડા સહિત 100 જેટલા કોંગી કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી

WatchGujarat. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા આજે રાજકોટની મુલાકાતે છે. ત્યારે ભાજપ દ્વારા કરવામાં આવેલી નારી ગૌરવ દિવસની ઉજવણીનાં વિરોધમાં આજે જંકશન નજીક કોંગી કાર્યકરો દ્વારા ચાવડાની આગેવાનીમાં રેલી કાઢવાનું આયોજન કરાયું હતું. અને મોટી સંખ્યામાં આગેવાનો તેમજ કાર્યકરો એકઠા થયા હતા. અને વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા. જો કે રેલી કાઢતા પહેલા જ પોલીસે કોંગી આગેવાનો-કાર્યકરોની અટકાયત કરી હતી.

આજરોજ પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે ઉર્જા મંત્રી સૌરભ પટેલના અધ્યક્ષ સ્થાને ભાજપે ‘નારી ગૌરવ દિવસ’ની ઉજવણી કરાઈ હતી. જેના વિરોધમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોંગી કાર્યકરો ગળામાં બેનરો લટકાવી વિરોધ કરવા પહોંચી ગયા હતા. જો કે આ માટે કોઈ મંજૂરી નહીં હોવાથી પોલીસ પણ દોડી જતા પોલીસ સાથે ઘર્ષણનાં દ્રશ્યો સર્જાયા હતા. એટલું જ નહીં અનેક કાર્યકરો રસ્તા પર પડી જવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. અને પોલીસે દેખાવો કરતા અમિત ચાવડા સહિત 100 જેટલા કોંગી કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.

આ તકે કોંગી કાર્યકરોએ બેનરો ગળામાં લટકાવીને ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. જો કે પોલીસ દ્વારા અટકાયત થતા ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપની આ તાનાશાહ નીતિ છે. અંગ્રેજોની જેમ ભાજપના શાસકો પણ અમને વિરોધ કરતા અટકાવે છે. પણ છતાંય અમે વિરોધ કરીશું. મહિલાઓની રસ્તા પર છેડતી થઈ રહી છે. અને રાજ્યમાં દર કલાકે ઘરેલું હિંસાના બનાવો નોંધાઇ છે. ત્યારે ભાજપ ક્યાં મોઢે મહિલા દિવસ ઉજવે છે? જેવા સવાલો પણ તેમણે ઉઠાવ્યા હતા.

નોંધનીય છે કે, આ વિરોધ પ્રદર્શનમાં અમિત ચાવડા, મહિલા અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા, રાજકોટ શહેર કોંગ્રેસ, યુથ કોંગ્રેસ અને NSUIના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. આ કાર્યક્રમમાં કાર્યકરોએ શિક્ષણ વેપાર બંધ કરો, ફી માફી આપો, સરકારી શાળામાં શિક્ષકોની ભરતી કરો, શિક્ષણનું ખાનગીકરણ બંધ કરો સહિતના બેનરો સાથે સુત્રોચ્ચાર કર્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud