લોક અદાલતમાં આજે વિવિધ પ્રકારના પેન્ડીંગ અને પ્રિ-લીટીગેશનના કેસો મળી કુલ 8,037 જેટલો કેસો મુકાયા
એક જ દિવસમાં મોટર અકસ્માત વળતરના કુલ 249 કેસોમાં કુલ રૂપિયા 7,86,37,833 જેટલી રકમનું સમાધાન થયું
લગ્ન વિષયક તકરાર અંગેના 146 જેટલા કેસોમાં પણ સમાધાન રાહે નિકાલ કરાયો
Watchgujarat. દેશમાં કોરોના મહામારી અને કર્ફયુના દોઢેક વર્ષ બાદ આજે શહેરમાં સૌપ્રથમ ફિઝીકલ મેગા લોક અદાલત યોજાઈ હતી. જેમાં વિવિધ પ્રકારના મુકાયેલા કુલ આઠ હજાર કેસોમાંથી એક જ દિવસમાં 4,461 જેટલા કેસોમાં એક જ દિવસમાં નિકાલ થયો હતો. જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય દ્વારા આજે રાજકોટ અને જિલ્લાની તમામ અદાલતો ખાતે યોજાયેલી મેગા લોક અદાલતનો પક્ષકારોના હસ્તે દિપ પ્રાગટય કરાવી પ્રારંભ કરાવાયો હતો. આ તકે ડિસ્ટ્રીક્ટ જજ ઉત્કર્ષ દેસાઈ, અન્ય ન્યાયધીશો, વકિલો વગેરે હાજર રહ્યા હતાં.
આ લોક અદાલતમાં આજે વિવિધ પ્રકારના પેન્ડીંગ અને પ્રિ-લીટીગેશનના કેસો મળી કુલ 8,037 જેટલો કેસો મુકાયા હતાં. જેમાંથી એકજ દિવસમાં મોટર અકસ્માત વળતરના કુલ 249 કેસોમાં કુલ રૂપિયા 7,86,37,833 જેટલી રકમનું સમાધાન થયું હતું. જયારે ચેક રીટર્નના કુલ 1,604 જેટલા કેસોમાં 1,00,83,31 જેટલી રકમનું સમાધાન થયું હતું. આ ઉપરાંત લગ્ન વિષયક તકરાર અંગેના 146 જેટલા કેસોમાં પણ સમાધાન રાહે નિકાલ કરાયો હતો. આમ એક જ દિવસમાં 3,112 પેન્ડીંગ કેસો અને 1,349 પ્રિ-લીટીગેશનના કેસો મળી કુલ 4,461 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
આ લોક અદાલતમાં પક્ષકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. જયારે મોટી સંખ્યામાં કેસોનો નિકાલ થયો હોય આગામી લોક અદાલતમાં પક્ષકારોને સક્રિય ભાગ લેવા અનુરોધ કરાયો હતો. જો આ પ્રમાણે લોક અદાલત યોજાતી રહેશે અને તેમાં આ રીતે કેસોનો નિકાલ થતો રહેશે. તો કોરોના કાળમાં વધી ગયેલું કેસોનું ભારણ ઘણું હળવું બનશે. અને ન્યાયિક પ્રક્રિયા ઝડપી બનવાથી લોકોને ભારે રાહત મળશે તે નિશ્ચિત છે.