• મહંતનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયાનું જાહેર કરી તેમના ભત્રીજા અને અન્ય પાંચેક લોકોએ હિન્દુ પરંપરા મુજબ મહંતની અંતિમવિધિ કરી
  • સમગ્ર મામલે ટ્રસ્ટીને મહંતની સુસાઇડ નોટ મળતા આવ્યો વળાંક
  • સાધુ જયરામદાસ ગુરૂપ્રેમદાસ કાગદડી રેલવેની નોકરી છોડી આશ્રમમાં છેલ્લા 17 વર્ષથી રહીને સેવાપૂજા કરતાં

Watchgujarat. ગત તારીખ 1 જૂનનાં રોજ કાગદડી પાટિયા પાસેનાં ખોડિયાર આશ્રમના 65 વર્ષીય મહંત સાધુ જયરામદાસ ગુરૂપ્રેમદાસનાં મોતનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. જેમાં મહંતનો કુટુંબી ભત્રીજો, તેનો બનેવી અને આશ્રમમાં સેવક તરીકે આવતો શખ્સ બ્લેકમેઇલ કરી રૂપિયા પડાવતા હોઈ તેમણે સ્યુસાઈડ નોટ લખી ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મહંતનો એક મહિલા સાથે વિડીયો લઈ બ્લેકમેઇલ કરાતા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે હાલ ટ્રસ્ટી મંડળનાં ખેડૂતની ફરિયાદ પરથી જ આ ત્રણેય ઉપરાંત તપાસમાં ખુલે તે તમામ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સમગ્ર મામલાની વિગતો આપવા પોલીસ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં પોલીસે જણાવ્યા મુજબ, મહંતનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયાનું જાહેર કરી તેમના ભત્રીજા અને અન્ય પાંચેક લોકોએ હિન્દુ પરંપરા મુજબ મહંતની અંતિમવિધિ કરી નાખી હતી, પરંતુ આ બનાવમાં ટ્રસ્ટીને મહંતની સુસાઇડ નોટ મળી આવી છે. જેમાંનું લખાણ આ મોત કુદરતી નહીં હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. આશ્રમના ટ્રસ્ટી રામજીભાઈ લીંબાસિયાએ કુવાડવા પોલીસમાં મહંતના કૌટુંબિક ભત્રીજા, જમાઈ સહિત ત્રણ વિરુદ્ધ મહંતને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી હતી. ભત્રીજો અને તેનો બનેવી મહંતનો સ્ત્રી સાથેનો વીડિયો ઉતારી બ્લેકમેઇલિંગ કરી અવારનવાર પૈસા પડાવતા હોવાથી મહંતે ઝેરી ટીકડા પીને આપઘાત કર્યાનો આ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, સાધુ જયરામદાસ ગુરૂપ્રેમદાસ કાગદડી મૂળ કોડીનાર પંથકનાં જ વતની હતા. અને રેલવેની નોકરી છોડી આશ્રમમાં છેલ્લા 17 વર્ષથી રહીને સેવાપૂજા કરતાં હતાં. આરોપી અલ્પેશ,   હિતેષ અને વિક્રમ મહંત પર અવાર-નવાર માનસિક ત્રાસ ગુજારતા હતા. મહંતનો એક સ્ત્રી સાથેનો વિડીયો આ ત્રણેયે ઉતારી લીધો હતો. અને એ વિડીયો કલીપને આધારે ત્રણેય આર્થિક લાભ મેળવતા હતા. કૃત્યમાં અલ્પેશ અને તેના બનેવી હિતેષને ગાંધીગ્રામનો વિક્રમ પુરેપુરો સપોર્ટ કરતો હતો. વિક્રમ ભરવાડે તો મહંતને વારંવાર મારકુટ પણ કરી હતી. આરોપીઓનાં ત્રાસથી કંટાળેલા મહંતે 1 જુનના રોજ સ્યુસાઇડ નોટ લખ્યા બાદ ઉપરના રૂમમાં જઇ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જેને પગલે પોલીસે ઉંડી તપાસ હાથ ધરી હતી.

સ્યુસાઇડ નોટને આધારે થયેલી તપાસને અંતે પોલીસે કાગદડીમાં રહેતાં ખેડૂત અને શ્રી ખોડિયારધામ આશ્રમ ટ્રસ્ટી મંડળ સાથે સંકળાયેલા રામજીભાઇ જેશાભાઇ લીંબાસીયાની ફરિયાદ પરથી પોલીસે સોમનાથ ગીરના કોડીનાર તાબેના પેઢાવાડા ગામે રહેતાં મહંતના કુટુંબી ભત્રીજા અલ્પેશ પ્રતાપભાઇ સોલંકી, અલ્પેશના બનેવી સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામે રહેતાં હિતેષ લક્ષમણભાઇ જાદવ અને રાજકોટ ગાંધીગ્રામમાં રહેતાં વિક્રમ દેવજીભાઇ સોહલા તથા તપાસમાં ખુલે તે બધા વિરુદ્ધ આઇપીસી 306, 114 મુજબ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. જો કે હાલ ત્રણેય ફોન બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud