WatchGujarat. શહેરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોઈકને કોઈક કારણોસર સતત વિવાદમાં રહેતી હોય છે. તાજેતરમાં યુનિ.નાં માટી કૌભાંડને લઈને ભારે વિવાદ થયો હતો. ત્યારે હવે કરાર આધારિત 88 અધ્યાપકોની ભરતીમાં કૌભાંડ થાયોનાં આક્ષેપ સાથે NSUIએ હોબાળો કર્યો છે. સાથે જ આ માટે ભાજપનાં સિન્ડિકેટ સભ્ય દ્વારા ખાસ વોટ્સએપ ગ્રૂપ બનાવી લાગતા-વળગતાઓની ભરતી કરવા પ્રયાસ થયા હોવાના વોટ્સએપ મેસેજનાં સ્ક્રીનશોટ રજૂ કરતા યુનિ.નાં સતાધીશો સામે સવાલો ઉઠી રહ્યા છે. મામલો શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પાસે પહોંચતા તેમણે કોઈને અન્યાય નહીં થાય તે પ્રમાણેની કાર્યવાહી કરવાનાં આદેશો આપ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં જુદા જુદા ભવનોમાં 88 જેટલા પ્રોફેસરને 11 માસના કરાર પર આધારિત ભરતી કરવાની પ્રક્રિયામાં પણ રાજકરણ શરુ થઈ ગયું છે. હાલ સિન્ડિકેટ સભ્યોમાંથી ભાજપના સભ્યોએ એક અલગ વ્હોટસએપ ગ્રૂપ બનાવી તેમાં પોતાની પસંદના ઉમેદવારોના નામ આપ્યા હતા. આ ગ્રુપનો હેતુ જ આ માટેનો હતો. હવે આ ઇન્ટર્વ્યુ તો પૂર્ણ થઇ ગયા છે અને આગામી સિન્ડિકેટમા પસંદગી પામેલા ઉમેદવારોના નામ પણ ફાઈનલ થઇ જશે. ત્યારે કવરમાથી જે નામ નિકળશે તે મોટાભાગે ભાજપના સિન્ડિકેટ સભ્યોની પસંદ મુજબના જ હશે તેવું NSUIનું કહેવું છે.

યુનિવર્સિટીમાં કરારી અધ્યાપકોની ભરતીના ગત 27મી સપ્ટેમ્બરે ઈન્ટરવ્યું શરુ થયા તે પહેલા BJP સિન્ડિકેટ મેમ્બર્સ 2021-22 આ નામનું વ્હોટસએપ ગ્રૂપ બન્યું હતુ. જેમાં હિન્દીમાં યોગેશ દવે,શિલ્પાબેન કામલીયા, મારુન્દ્રપ્રતાપસિંહ ચૌહાણ અને દોશી, ડીમ્પલ રામાણી, હસમુખ ચાવડા, કોમર્સમાં શિવાની પરમાર અને ધનરાજ ગઢવી, કેમેસ્ટ્રીમાં પ્રક્રિયામાં જોવા મળ્યું છે. આ ભરતી ફાલ્ગુનીબેન કારિયા, મયંક મામતોરા, ફીઝીક્સમાં દૈવત ધ્રુવ, ચિંતન પંચાસરા, ગુજરાતીમાં નીતુબેન કનારા, વૈભવીબેન ત્રિવેદી, બાયોસાયન્સમાં કલ્પનાબેન રાખોલિયા, નેનોસાયન્સમાં હેતલ બોરીચા સહિતનાં નામોની ભલામણ થઇ હોવાનું વોટ્સએપનાં સ્ક્રિનશોટ દ્વારા સામે આવ્યું છે.

ઉલ્લેખનિય છે કે કોન્ટ્રકટ આધારિત અધ્યાપકની ભરતી કરી તેમને અધધ રૂપિયા 40,000 ના માસિક પગાર ચૂકવવામાં આવશે. હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેથેમેટિક્સ વિભાગમાં 04, ફિઝિક્સ વિભાગમાં 03, નેનો સાયન્સ વિભાગમાં 02, બાયો સાયન્સ વિભાગમાં 06, બાયો કેમેસ્ટ્રી વિભાગમાં 02, બાયો ટેકનોલોજી વિભાગમાં 02, ઇલેક્ટ્રોનિક્સ વિભાગમાં 02, કેમેસ્ટ્રી વિભાગમાં 09, સ્ટેટેસ્ટીક વિભાગમાં 03, ફિઝિકલ એજ્યુકેશન વિભાગમાં 02, હોમ સાયન્સ વિભાગમાં 03, બિઝનેશ મેનેજમેન્ટ વિભાગમાં 03, બાબાસાહેબ આંબેડકર વિભાગમાં 02, જર્નાલીઝમ વિભાગમાં 02, ઈંગ્લીશ વિભાગમાં 02, હિન્દી વિભાગમાં 02, ઇકોનોમિસક વિભાગમાં 01, ફિલોસોફી વિભાગમાં 01, સોસ્યોલોજી વિભાગમાં 02, સંસ્કૃત વિભાગમાં 01, હિસ્ટ્રી વિભાગમાં 01, MSW વિભાગમાં 04, MLW વિભાગમાં 01, ફાર્મસી વિભાગમાં 21 જેમાં ફાર્મસી પ્રોફેસર 01 અને ફાર્મસી આસી. પ્રોફેસર 02ની જગ્યા છે.

આ મામલાનાં ઘેરા પ્રત્યાઘાત ખુદ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સુધી પડ્યા હતા. અને તેમણે કુલપતિ નીતિન પેથાણી સાથે શિક્ષણ મંત્રીએ ફોન પર ચર્ચા કરી આ અંગે સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, કોઈને અન્યાય ન થાય તેવી કામગીરી કરવા શિક્ષણ વિભાગ સૂચના આપી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા કરાર આધારિત ભરતી સંદર્ભે વિવાદ ધ્યાને આવતા કુલપતિ સાથે ટેલિફોનિક વિગતો જાણી છે. અને સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતાથી, મેરીટનાં આધારે કરવા, કોઈપણ ઉમેદવારને અન્યાય ન થાય તે માટેની તકેદારી રાખવા સૂચના આપી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud