• રાજકોટ એસઓજીએ ડમી ગ્રાહક મોકલી ઇન્જેક્શનની કાળાબજારીનું રેકેટ ઝડપી પાડ્યું
  • અંકલેશ્વરની LYKA LABS કંપનીમાંથી રૂ. 345 માં આપવામાં આવતું ઇન્જેક્શન ગ્રાહકો સુધી રૂ. 6500માં પહોંચતું હોવાનો પર્દાફાશ થયો
  • હાર્દિક પટેલની ધરપકડ બાદ આ કૌભાંડનાં તાર અંકલેશ્વર પહોંચ્યા

WatchGujarat. શનિવારે મ્યુકરમાઇકોસીસ રોગ માટે અતિ ઉપયોગી એવા એમ્ફોટેરેસીન-બી ઈન્જેકશનની કાળાબજારી થતી હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. છેલ્લા ત્રણ દિવસથી પોલીસ દ્વારા આ અંગે તપાસ ચાલી રહી હતી. જેમાં શરૂઆતથી જ પોલીસે ઠેર-ઠેર દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. દરમિયાન અંકલેશ્વરની કંપની સુધી પહોંચી પોલીસ દ્વારા 1 તબીબી છાત્ર, 2 આરોગ્ય કર્મચારી, અને ક્રિશ્ર્ના કોવિડ હોસ્પીટલનાં કર્મચારી સહીત 14 આરોપીઓને દબોચી લેવાયા છે. સાથે જ 101 ઇન્જેક્શન કબ્જે લઈ ધોરણસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાક્રમની જાણકારી આપવા માટે પોલીસ કમિશ્નરની પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલનાં જણાવ્યા મુજબ, એસઓજી દ્વારા ડમી ગ્રાહક મોકલી આખું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે. જેમાં અંકલેશ્વરની LYKA LABS કંપનીમાંથી રૂ. 345 માં આપવામાં આવતું ઇન્જેક્શન ગ્રાહકો સુધી રૂ. 6500માં પહોંચતું હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે AMPHOTERICIN-B ઇન્જેક્શન 31 નંગ તેમજ LIPOSOMAL AMPHOTERICIN 59 નંગ તથા સ્ટીકર વગરના 11 ઇન્જેક્શન નંગ મળી કુલ 101 ઇન્જેક્શન કબજે કર્યા છે. સાથે રાત-દિવસ જોયા વિના ખૂબ જ ઓછા સમયમાં આ કારોબારનો પર્દાફાશ કરનાર ટીમને રૂ. 15000નું ઇનામ આપવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ શહેર SOG પોલીસને રૈયા રોડ પર સેલ્સ હોસ્પિટલ નજીક મેહુલ કટેસીયા મ્યુકરમાયકોસિસનાં AMPHOTERICIN-B ઇન્જેક્શન કે જેની મૂળ કિંમત રૂ. 345 છે. તેના રૂપિયા 6500 વસૂલીને કાળાબજારી કરતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ડમી ગ્રાહક મોકલી આરોપીની ધરપકડ કરી બે ઇન્જેક્શન કબજે કર્યા હતા. ઊંડાણપૂર્વક તપાસ કરતા કૌભાંડ રાજ્યવ્યાપી હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે અલગ અલગ દિશામાં તપાસ કરતા મુખ્ય આરોપી સુરતનો હાર્દિક પટેલ હોવાનું સામે આવ્યું હતું. અને હાર્દિક પટેલની ધરપકડ બાદ આ કૌભાંડનાં તાર અંકલેશ્વર પહોંચ્યા હતા. જેને લઈ પોલીસે અંકલેશ્વર ખાતે દરોડો પાડી અન્ય આરોપીઓને દબોચી લીધા છે.  જેમાં શુભમ રામપ્રશાદ તીવારી નામનો આરોપી મૂળ યુપીનો રહેવાસી છે. અને અંકલેશ્વરની લાયકા લેબ્સ લિમિટેડ કંપનીમાં સ્ટોર ઇન્જચાર્જ તરીકે નોકરી કરતો હોય અને સ્ટોર માંથી સ્ટીકર, પેકીંગ મટીરીયલની ચોરી કરી વિશ્વાસ પાવરા પાસેથી લીપોસોમલ ઉપરાંત એમફોટેરીસીન બી નામના ઇન્જેક્શન સીલપેક બોટલો મેળવી સ્ટીકર ચોટાડી પેકીંગ કરીને અભીષેક નામના આરોપી સાથે મળી હાર્દિકને રૂપિયા 4500 માં વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનિય છે કે હાર્દિક પટેલ મૂળ સુરતનો રહેવાસી છે અને તે પોતે અંકલેશ્વરની જે.બી.કેમિકલ કંપનીમાં નોકરી કરતો હતો. અને શુભમ તિવારી સાથે એક જ રૂમમાં ભાડે સાથે રહેતો હોવાથી સંપર્ક થયો હતો. અને ઇન્જેક્શન કાળાબજારી કરવા પ્લાન ઘડ્યો હતો. હાલ પોલીસ દ્વારા 14 આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલ આરોપી પૈકી મોટાભાગના આરોપીઓ મેડિકલનાં ફિલ્ડ સાથે સંકળાયેલા હોવાનું પણ પોલીસની આ તપાસમાં સામે આવ્યું છે.

ઇન્જેક્શન કૌભાંડમાં ઝડપાયેલા આરોપીઓનાં નામ

1.) રાયસિંગ ઉર્ફે ગોપાલ જગદીશભાઈ વંશ, રાજકોટ

2.) અશોક નારણ કાગડીયા, રાજકોટ

3.) નિકુંજ જગદીશ ઠાકર, ક્રિષ્ના કોવિડ હોસ્પિટલમાં નોકરી, રાજકોટ

4.) મેહુલ ગોરધન કટેશીયા, રાજકોટ

5.) યશ દિલિપકુમાર ચાવડા, રાજકોટ

6.) વત્સલ હંસરાજભાઈ બારડ, રાજકોટ ખાનગી હોસ્પિટલમાં નોકરી

7.) સાગરભાઈ ચમનભાઈ ક્યાડા, જેતપુર

8.) ઉત્સવ પીયૂષભાઈ નિમાવત, રાજકોટ

9.) રૂદય મનસુખભાઇ જાગાણી, ગોંડલ

10.) હિરેન મનસુખભાઇ રામાણી, ભેંસાણ

11.) હાર્દિક મુકેશભાઈ વડાલીયા, સુરત-સૂત્રધાર

12.) શુભમ રામપ્રસાદ તિવારી, અંકલેશ્વર

13.) વિશ્વાસ રાયસિંગ પાવરા, અંકલેશ્વર

14.) અભિષેકકુમાર શ્રવણકુમાર શાહ, અંકલેશ્વર

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

ઉપરોક્ત આરોપીઓ પૈકી 1થી6 ઉપર સીઆરપીસી કલમ 41-1 ડી મુજબ અટકાયત કરને 25 ઈન્જેકશન કબ્જે કર્યા હતા. બાદમાં આરોપીને જામીન ઉપર મુકત કરવામાં આવ્યા છે.પોલીસના કહેવા મુજબ હાલના તબકકે સામે આવેલી જાણકારી મુજબ 14 માંથી 3 આરોપી આરોગ્ય સેવા સાથે જોડાયેલા છે. રાજકોટ રહેતા આરોપીઓ ગોપાલ વંશ અને જસદણનો વતની અશોક કાગડીયા નર્સીંગ સ્ટાફ તરીકે કામ કરે છે. આ તપાસ પ્રભાવીત ન થાય તે માટે પોલીસે આ બન્ને કઈ હોસ્પીટલમાં કામ કરે છે તે જાહેર કર્યુ નથી. ત્રીજો આરોપી મૂળ જૂનાગઢનો વતની છે. જો કે હાલ તે ક્રિષ્ના કોવીડ હોસ્પીટલમાં નોકરી કરતો હોવાથી ત્યાં રહે છે. વત્સલ બારડ પણ મેડીકલનાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હોય ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. તેમજ મેહુલ અને યશ બન્ને રાજકોટનાં વતની છે. પરંતુ હાલ કોઈ કામધંધો કરતા નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud