• કોરોનાકાળ બાદ આજે સૌપ્રથમ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કરવામાં આવી
  • વિદ્યાર્થીઓને માસ્ક અને સેનિટાઈઝર આપી આવકાર્યા હતા.
  • વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી, સંચાલકોએ કંકુ વડે તિલક કરી છાત્રોનું સ્વાગત કર્યું

WatchGujarat કોરોનાકાળ બાદ આજે સૌપ્રથમ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કરવામાં આવી છે. જેને લઈને કૃષિમંત્રી આર.સી. ફળદુ છાત્રોને આવકારવા શહેરની વિરાણી હાઈસ્કૂલ ખાતે પહોંચ્યા હતા. અને વિદ્યાર્થીઓને માસ્ક અને સેનિટાઈઝર આપી આવકાર્યા હતા. તો શાળાએ આવતા વિદ્યાર્થીઓના ચહેરા પર પણ ખુશીની લાગણી જોવા મળી હતી. સાથે જ સંચાલકોએ પણ કંકુ વડે તિલક કરી છાત્રોનું સ્વાગત કર્યું હતું.

રાજકોટ જિલ્લામાં 48 સરકારી શાળા, 242 ગ્રાન્ટેડ શાળા અને 605 ખાનગી શાળાઓનો સમાવેશ થાય છે. જેમાં ધોરણ 10 માં 48,000 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 માં 40,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે પૈકી જે વિદ્યાર્થીઓના વાલીઓએ સંમતિ આપી હતી તેમને શાળામાં પ્રવેશ અપાયો હતો. આ તમામ શાળાઓમાં સોશિયલ ડિસ્ટન્સની સાથે સરકારની SOP નું પાલન થાય તે માટે એક ટીમમાં બે સભ્યોની 28 ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો શાળામાં સેનેટાઇઝ, માસ્ક, સોસીયલ ડિસ્ટન્સની વ્યવસ્થાનું ચેકીંગ કરી રહી છે. જો કે કેટલીક ખાનગી શાળાએ ઉત્તરાયણ બાદ શુક્રવારથી શાળા શરૂ કરવા નિર્ણય કર્યો છે.

આ તકે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, ઓનલાઈન કરતા શાળાએ આવીને ભણવાની મજા જ કંઈક જુદી છે. તો સંચાલકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અને તેઓએ જણાવ્યું હતું કે, તેઓની ધારણા કરતા ઘણા વધુ વિદ્યાર્થીઓ શાળાએ આવ્યાં છે. કુલ વિદ્યાર્થીઓનાં 60 ટકાથી વધુ છાત્રોએ શાળામાં બેસી ભણવાનો નિર્ણય કર્યો છે. બાકીનાં વિધાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવામાં આવ્યું હોવાનું પણ સંચાલકોએ કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સરકારનાં આદેશ અનુસાર શહેરની શાળાઓમાં થર્મલ ગન, તમામ વર્ગખંડ પરિસર તેમજ ટોયલેટમાં સેનેટાઈઝર સહિતની સગવડતાઓ જોવા મળી રહી છે. તેમજ તમામ વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર ચેક કરવાની સાથે સેનેટાઈઝ કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સાથે જ દર શુક્રવાર અને શનિવારે મેદાનમાં પ્રતિ છ ફૂટનાં અંતરે ગોળ રાઉન્ડ બનાવવામાં આવનાર છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud