• શહેરના નાનામૌવા, મવડી, તેમજ બાપુનગર સહિત તમામ સ્મશાન ગૃહોમાં સુવિધાઓ ઉભી કરવામાં
  • વેઇટીંગ કે અન્ય અગવડતાઓ ન થાય તે માટે સ્મશાન ગૃહોના સંચાલકોએ પણ બીજી લહેરમાં પડેલી અગવડતાઓ દૂર કરી દીધી છે.

WatchGujarat. કોરોનાની સંભવિત ત્રીજી લહેરની શક્યતાને લઈને તંત્ર દ્વારા તો તૈયારીઓ કરવામાં આવી રહી છે. સાથે જ સ્મશાનમાં પણ તૈયારીઓ શરૂ દેવામાં આવી છે. રાજકોટના રામનાથ પરા સ્મશાન ગૃહમાં ભઠ્ઠીઓનું સમારકામ અને લાકડાંઓનો સ્ટોક કરી લેવામાં આવ્યો છે. અને આજ રીતે શહેરના નાનામૌવા, મવડી, તેમજ બાપુનગર સહિત તમામ સ્મશાન ગૃહોમાં સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. કોરોનાની ત્રીજી લહેરને

ધ્યાને રાખી બીજી લહેરની જેમ સ્મશાનમાં વેઇટીંગ કે અન્ય અગવડતાઓ ન થાય તે માટે સ્મશાન ગૃહોના સંચાલકોએ પણ બીજી લહેરમાં પડેલી અગવડતાઓ દૂર કરી દીધી છે.

રાજ્ય સરકાર પણ સંભવિત ત્રીજી લહેર અંગે ચિંતિત છે. અને ત્રીજી લહેરની સમીક્ષ માટે સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટના વહીવટી તંત્રની સાથે સાથે જે રીતે બીજી લહેરમાં સ્મશાન ગૃહોમાં વેઇટીંગ અને અગવડતાઓ પડી હતી તે ન થાય તેના માટે સ્મશાનગૃહોના સંચાલકો દ્રારા પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજકોટના રામનાથ પરા સ્મશાન ગૃહમાં ભઠ્ઠીઓનું સમારકામ કરવાની સાથે જ લાકડાંઓનો સ્ટોક રાખી દેવામાં આવ્યો છે. અને આજ રીતે શહેરના નાનામૌવા,મવડી,બાપુનગર સહિત તમામ સ્મશાન ગૃહોમાં સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

આ અંગે રામનાથ પરા સ્મશાન ગૃહના શ્યામભાઇ પાણખાણીયાએ જણાવ્યું હતું કે , હાલ રામનાથપરા સ્મશાન ગૃહમાં તમામ ભઠ્ઠીનું સમારકામ કરી લાકડાનો પૂરતો સ્ટોક રાખી દેવામા આવ્યો છે. બે ભઠ્ઠી ઇલેક્ટ્રિક આધારિત છે જ્યારે એક ભઠ્ઠી ગેસ આધારી છે જો વધુ જરૂર જણાય તો ત્રીજી સ્પેરમાં રાખેલ ભઠ્ઠી પણ તંત્રની સૂચના બાદ ચાલુ કરવા તૈયારી રાખવવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે કોરોનાની બીજી ઘાતક લહેર દરમિયાન સ્મશાનમાં સતત 24 કલાક ભઠ્ઠી ચાલુ રહેવાથી મોટર અને ચીમની બગડી જવાની સમસ્યાઓ પણ સામે આવી હતી.

બીજીતરફ રાજકોટમાં શહેરની સાથે સાથે જિલ્લા કક્ષાએ પણ તંત્ર દ્રારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ચાર જેટલા ઓક્સિજન પ્લાન્ટ તૈયાર રાખવામાં આવ્યા છે. જ્યારે પીએચસી અને સીએચસી સેન્ટર ખાતે તમામ તૈયારીઓની સમિક્ષા કરવામાં આવી છે. વહીવટી વિભાગ દ્રારા ખાનગી હોસ્પિટલો સાથે પણ સમયાંતરે બેઠક કરીને સ્થિતિની સમિક્ષા કરવામાં આવી રહી છે જેથી ત્રીજી લહેરમાં કોઇ અગવડતા ન સર્જાય તે માટે તંત્ર સજ્જ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud