• આજે બપોરના સમયે પાંચેક યુવતિઓ શાપર વેરાવળની નજીક આવેલ ઢોલરા-કાંગશીયાળી વચ્ચે આવેલા ચેકડેમમાં ગયા
  • અચાનક મહિલાઓ ડૂબવા લાગતા સ્થળ પર હાજર રહેલા સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરી
  • ડૂબી રહેલી યુવતિઓ પૈકી બે યુવતીઓને સલામત બહાર કાઢવામાં આવી

WatchGujarat. શાપર વેરાવળ પાસે આવેલ કાંગશીયાળી ગામે મોટી દુર્ઘટના બની છે. જેમાં ચેકડેમમાં ડૂબી જતાં 3 યુવતિઓનાં મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. આ અંગેની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અને આ ત્રણેયનાં મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક રીતે મળતી જાણકારી મુજબ ત્રણેય યુવતિઓ ન્હાવા ગઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ કરુણ બનાવ અંગે જાણવા મળી રહેલી વિગતો અનુસાર, આજે બપોરના સમયે દેવીપૂજક પરિવારની 18 વર્ષીય કોમલબેન ચનાભાઈ દેવીપૂજક, 24 વર્ષીય સોનલબેન કાળુભાઈ અને 35 વર્ષીય મિઢુરબેન સહિત કુલ પાંચેક યુવતિઓ શાપર વેરાવળની નજીક આવેલ ઢોલરા-કાંગશીયાળી વચ્ચે આવેલા ચેકડેમમાં ગયા હતા. આ દરમિયાન અચાનક મહિલાઓ ડૂબવા લાગી હતી. ઘટનાને પગલે  સ્થળ પર હાજર રહેલા સ્થાનિકો દ્વારા ફાયર વિભાગ અને 108ને પણ જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ-ફાયર અને 108 નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને તરત ડૂબી રહેલી યુવતિઓ પૈકી બે યુવતીઓને સલામત બહાર કાઢવામાં આવી હતી. જો કે કોમલબેન, સોનલબેન અને મિઢુરબેન ઊંડા પાણીમાં ચાલી ગયા હતા. જેને લઈને આ ત્રણેયનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો. હાલ આ યુવતિઓનાં ચેકડેમમાં જવા વિશે ન્હાવા, કપડાં ધોવા અને દશામાંનાં વ્રત ચાલતા હોય મૂર્તિ પધરાવવા ગયા હોવાની જુદી-જુદી ચર્ચાઓ ચાલી રહી છે. જો કે સાચું કારણ તો તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud