• વારંવાર વેકસીનની અછત સર્જાવાની ઘટનાઓ સામે આવતી હોય બીજા ડોઝ માટે બાકી લોકોને સમયસર વેકસીન આપવાનું કામ પડકારભર્યું
  • સરકાર દ્વારા દરરોજ વધુમાં વધુ માત્ર 8000 ડોઝનો જથ્થો ફાળવાય છે
  • શહેરની 10 લાખની વસ્તી સામે પ્રથમ ડોઝ લેનારનો આંકડો ખૂબ મોટો  85.08% પર પહોંચ્યો છે. તો બીજા ડોઝ લેનારાનો આંકડો ક્રમશ: વધી રહ્યો છે – મ્યુ. કમિશ્નર અમિત અરોરા

WatchGujarat. શહેરમાં વેકસીનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. અને સત્તાવાર આંકડાઓ મુજબ, હાલ સુધીમાં 85.08% એટલે 8.50 લાખ લોકોએ લોકોને પ્રથમ ડોઝ અને 34.45% એટલે 3.50 લાખ લોકોએ લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. હાલ રોજ અંદાજે 10થી 12 હજાર વ્યક્તિને રસી આપવામાં આવી રહી છે. જો કે આ આંકડાઓ મુજબ ટૂંક સમયમાં બીજા ડોઝ માટે 5.58 લાખ લોકો લાઈન લગાવે તેવી પૂરતી સંભાવના છે. જેની સામે વારંવાર વેકસીનની અછત સર્જાવાની ઘટનાઓ સામે આવતી હોય બીજા ડોઝ માટે બાકી લોકોને સમયસર વેકસીન આપવાનું કામ પડકારભર્યું છે. જો કે મ્યુ. કમિશ્નરે કહ્યું હતું કે, પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી કોઈ સમસ્યા થવાની શક્યતા નથી.

મ્યુ. કમિશ્નર અમિત અરોરાનાં જણાવ્યા મુજબ, હાલ શહેરી વિસ્તારનાં તમામ વોર્ડમાં રસીકરણ પૂરજોશથી ચાલી રહ્યું છે. અને શહેરની 10 લાખની વસ્તી સામે પ્રથમ ડોઝ લેનારનો આંકડો ખૂબ મોટો  85.08% પર પહોંચ્યો છે. તો બીજા ડોઝ લેનારાનો આંકડો ક્રમશ: વધી રહ્યો છે. અત્યાર સુધી 34.45% લોકોએ પ્રથમ અને બીજા ડોઝ લીધો છે. હાલ મહાનગરપાલિકા પાસે વેક્સિનનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે. અને જુદી-જુદી 32 સાઈટ ઉપર રોજ 10 હજાર જેટલા લોકોને રસી આપવામાં આવી રહી છે.

જો કે, હકીકતની વાત કરીએ તો સરકાર દ્વારા દરરોજ વધુમાં વધુ માત્ર 8000 ડોઝનો જથ્થો ફાળવાય છે. જેને લઈ વેક્સિનેશન માટે આવતા અડધા લોકોને પરત જવું પડી રહ્યું છે. પ્રથમ ડોઝ લેનારની સંખ્યા ઘટી રહી છે. જેની સામે બીજો ડોઝ લેનારની સંખ્યમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. અને 5.58 લાખ લોકો બીજા ડોઝ માટે તૈયાર થઈને બેઠા છે. ત્યારે આગામી દિવસોમાં આરોગ્ય કેન્દ્ર ઉપર બીજો ડોઝ લેનારની સંખ્યામાં અચાનક વધારો જોવા મળશે તે નિશ્ચિત છે. ત્યારે જો સરકાર વધુ માત્રામાં વેક્સિનેશનનો જથ્થો નહીં ફાળવે તો વધુ એક વખત આરોગ્ય કેન્દ્ર ઉપર પોલીસ બંદોબસ્ત મૂકવાના સંજોગો સર્જાવાની પુરી શક્યતા છે.

સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો વેક્સિનેશનની કામગીરી શરૂ કર્યા બાદ આજ સુધીમાં 8,52,232 લોકોને પ્રથમ ડોઝ અપાઈ ચૂક્યો છે. જ્યારે બીજો ડોઝ લેનારની સંખ્યા 2,93,585એ પહોંચી છે. અને 84 દિવસમાં અમૂક દિવસો જ ઘટતાં હોય તે પ્રકારના 5,58,647 લોકો બીજો ડોઝ લેવા માટે ટૂંક સમયમાં આરોગ્ય કેન્દ્ર ઉપર લાઈનો લગાવશે. જેની સામે સરકાર દ્વારા હાલ ફાળવાઈ રહેલા 8 હજાર પૈકી 5-6 હજાર ડોઝ બીજા ડોઝ લેનારને મળશે. ત્યારે જો બીજો ડોઝ લેનારની સંખ્યામાં અચાનક ઉછાળો આવશે તો વધુ કેન્દ્ર ઉપર વધુ ડોઝની ફાળવણી કરવાની સરકારને ફરજ પડશે. નહીંતર વેક્સિનેશન માટે અગાઉની જેમ અફરાતફરી સર્જાશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud