• પાલિકાથી લઇને પંચાયતની ચુંટણીમાં જીત મેળવ્યા બાદ પાર્ટીનો અંતરિક વિખવાદ સામે આવ્યો
  • 35 વર્ષથી સરપંચ રહેતા હઠીસિંહે રાજીનામું ધરી દેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા
  • હઠીસિંહ જાડેજાએ જિલ્લા પ્રમુખે રાજીનામું માગ્યાનો પણ ઉલ્લેખ કર્યો

Watchgujarat. શહેર અને જિલ્લામાં પ્રચંડ બહુમતી પ્રાપ્ત કરનાર ભાજપમાં પણ હવે આંતરિક વિવાદ સપાટી પર આવી રહ્યો છે. નાની-મોટી બાબતોને લઈને આંતરિક ઝઘડાઓ તો સામે આવતા જ હોય છે. ત્યારે હવે તો પડધરી તાલુકા ભાજપ પ્રમુખ હઠીસિંહ જાડેજાએ તેનું રાજીનામું ધરી દીધું છે. એટલું જ નહીં આ પગલું ભર્યા બાદ તેમણે મીડિયા સાથે ખાસ વાતચીત કરી છે. જેમાં તેઓએ કહ્યું છે કે, મને પક્ષ સાથે કોઈ વાંધો નથી. આ સાથે જ સાંસદ મોહન કુંડરિયાનાં કહેવાથી પોતે પગલું ભર્યું હોવાનો સણસણતો આક્ષેપ લગાવ્યો છે. જેને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

હઠીસિંહે કહ્યું હતું કે, 35 વર્ષથી હું વણપરી ગામનો સરપંચ રહ્યો છું. અને 1981થી ભાજપમાં છું. આથી કોઇની પાસેથી કંઇ પણ લેવા-દેવાનું થતું નથી. ભાજપ કહે તેમ જ કરવાનું છે. હું પક્ષથી નારાજ નથી. તેમજ મને કોઇ તકલીફ પણ નથી. આગામી સમયમાં પણ હું ભાજપનું જ કામ કરીશ એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. વર્ષોથી પક્ષને વફાદાર રહ્યો છું, અને જીવીશ ત્યાં સુધી રહીશ. હાલમાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાના કહેવાથી મેં આ રાજીનામું આપ્યું છે. તેમના આ રાજીનામાને લઇ પડધરી તાલુકામાં અનેક ચર્ચાઓ ઉઠી રહી છે.

ઉલ્લેખનીય છે કે, પડધરી તાલુપા પંચાયત ભાજપની છે. જ્યારે જિલ્લા પંચાયતમાં એક બેઠક ભાજપ પાસે છે. જ્યારે બીજી બેઠક આંતરિક જૂથવાદમાં ગુમાવી હોવાનો આંતરિક ખટરાગ પણ જોવા મળી રહ્યો છે. હઠીસિંહ જાડેજાએ જિલ્લા પ્રમુખે રાજીનામું માગ્યાનો પણ ઉલ્લેખ કર્યો છે. જેને લઈને રાજકોટના પડધરી તાલુકામાં શિસ્તબદ્ધ ગણાતા ભાજપ પક્ષમાં આંતરિક ખટરાગ ચાલતો હોવાનું સ્પષ્ટ થયું છે. ત્યારે હવે આ મુદ્દે હાઇકમાન્ડ દ્વારા ક્યારે અને શું નિર્ણય લેવાશે તેના ઉપર સૌની મીટ મંડાયેલી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud