• વિશાલ કપડાંની દુકાન ચલાવતો આજે જ તેના હોમિયોપથી ડોક્ટર એવા મોટાભાઈના ક્લિનિકના ઓપનિંગમાં વિશાલે હંસતા મોઢે કેક કાપી
  • રાજકોટના ખોડિયાર નગર વિસ્તારમાં રહેતા વિશાલ શિવાભાઇ કાકુલદે ગોંડલ રોડ પર પી.ડી. માલવીયા કોલેજ સામે રેલવે ટ્રેક પર ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
  • બનાવની જાણ થતાં જ રેલવે પોલીસ તેમજ માલવીયાનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી

WatchGujarat. શહેરમાં એક હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં સવારે તબીબ મોટાભાઇ સાથે હસતા ચહેરે કેક કાપી અને બપોરે નાનાભાઇએ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો હતો. ઘટનાને પગલે મૃતકનાં પરિવારમાં આક્રંદ છવાયો હતો. તેમજ આજે ક્લિનિક શરૂ કરનાર ડોક્ટર તેના નાનાભાઈનાં મૃતદેહ પર ચોધાર આંસુએ રડ્યા હતા. આ અંગેની જાણ થતાં પોલીસનો કાફલો દોડી ગયો હતો. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

આ કરુણ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર, રાજકોટના ખોડિયાર નગર વિસ્તારમાં રહેતા વિશાલ શિવાભાઇ કાકુલદે ગોંડલ રોડ પર પી.ડી. માલવીયા કોલેજ સામે રેલવે ટ્રેક પર ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. બનાવની જાણ થતાં જ રેલવે પોલીસ તેમજ માલવીયાનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અને મૃતકનાં પરિવારને જાણ કરીને પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા અનુસાર, મૃતક વિશાલ કપડાંની દુકાન ચલાવતો હતો. આજે જ તેના હોમિયોપથી ડોક્ટર એવા મોટાભાઈએ ક્લિનિક શરૂ કર્યું હતું. જેના ઓપનિંગમાં વિશાલે હંસતા મોઢે કેક કાપી હતી. બાદમાં યુવાન પોતાનું મોટર સાઇકલ લઇ નીકળ્યો હતો. અને ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. જેને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ત્યારે મૃતકે ક્યા કારણોસર આ પગલું ભર્યું તે કારણ જાણવા હાલ તેની કોલ ડિટેઇલ સહિતની તપાસ શરૂ કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud