11 નંબર શુકનનો આંક મનાય છે
મહિલા ઉમેદવાર માટે 11 નો અંક શુભ હોય તે સંબંધિત અનેક ઘટના સામે આવતા હવે તેઓ તેને લકી આંક માનવા લાગ્યા
WatchGujarat. 21મી સદીમાં પણ અંકશાસ્ત્રનું ખાસ મહત્વ છે. અને અંકના કારણે જીવનમાં બદલાવ આવ્યાનાં અનેક કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં અગિયારસે માત્ર 11 મતથી ચૂંટણી જીતી કોર્પોરેટર બનેલા ભાજપનાં રુચિતા જોશી માટે પણ 11નો આંક ખરેખર લક્કી છે. એટલું જ નહીં તેમના ઘરનો નંબર 111 જ્યારે EVM ક્રમાંક પણ 11 હતો. રુચિતા જોશી કહે છે કે, પહેલા તો હું આવું માનતી નહોતી. પણ અનેકવાર આવું થયા બાદ હવે હું પણ 11નો આંક મારા માટે લક્કી હોવાનું માનવા લાગી છું.
રુચિતા જોશી વોર્ડ નંબર 16નાં ભાજપનાં ઉમેદવાર છે. અને તેઓ માત્ર 11 મતે જ ચૂંટણી જીતી કોર્પોરેટર બની ચુક્યા છે. તેમનાં જણાવ્યા મુજબ તેમના ઘરનો નંબર 111 છે. સાથે જ EVM ક્રમાંક પણ 11 હતો. એટલું જ નહીં મત ગણતરી પણ અગિયારસ(11)નાં દિવસે થઈ હતી. જેમાં તેમને 8600 જ્યારે વિરોધી ઉમેદવાર રસીલાબેન ગરૈયાને 7989 મત મળતા માત્ર 11 મતે તેઓનો વિજય થયો છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ બધું જોગાનુજોગ થયું છે. પણ 11નો અંક લક્કી હોવાનું હવે હું માનવા લાગી છું. કારણ કે મારા જીવન દરમિયાન 11 નંબરે મને ઘણા ફાયદાઓ આપ્યા છે. તેમાં પણ ગઈકાલે મળેલી જીત અવિસ્મરણીય છે. ભારે રસાકસીને લઈ મત ગણતરી સમયે તો મારા સહિત સમર્થકોનાં જીવ તાળવે ચોંટી ગયા હતા. પરંતુ 11 મતનાં નજીવા અંતરે મારો વિજય થયો હતો. આમ પણ 11 નંબર શુકનનો કહેવાય છે. પણ મારા માટે તો આ નંબર અણધાર્યો લક્કી સાબિત થયો છે. અને આગળ પણ સિલસિલો ચાલુ રહેશે તેવો મને વિશ્વાસ છે.