• પોલીસે મળેલી માહિતીના આધારે વોચ રાખી દરોડો પાડ્યો 
  • દરોડામાં નિલેશ ઠાસરાના મકાનમાંથી પાંચ જેટલા શખ્સો જુગાર રમતા ઝડપાયા
  • આરોપી નીલેશ વલ્લભભાઈ ઠાસરા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો

WatchGujarat. શહેરનાં પાટીદાર ચોક નજીકથી ‘આપ’નાં ઉમેદવારનો ભાઈ જુગારધામ ચલાવતા ઝડપાયો હતો. વોર્ડ નંબર-1માંથી આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર બની ચૂંટણી લડેલા અશ્વિન ઠાસરાનો ભાઈ નિલેશ રહેણાંક મકાનમાં લોકોને બહારથી બોલાવીને જુગાર રમાડતો ઝડપાયો હતો. નિલેશનાં ઘરની તલાશી લેતા બીયરનાં ટીન પણ મળી આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે 2 લાખથી વધુની રોકડ સહિત કુલ રૂ. 4 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ જુગારધારાની સાથે પ્રોહીબિશનની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર વિરલ ગઢવીએ આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, શહેરની ધર્મરાજ સોસાયટી શેરી નંબર-1નાં પાટીદાર ચોકમાં રહેતો નિલેશભાઈ વલ્લભભાઈ ઠાસરા નામનો વ્યક્તિ પોતાના ઘરમાં જુગારધામ ચલાવતો હોવાની માહિતી પોલીસને મળી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો કરતા નિલેશ ઠાસરાના મકાનમાંથી પાંચ જેટલા શખ્સો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે રોકડ રૂપિયા 2,11,000 મોબાઈલ ફોન નંગ-7 તેમજ ગંજીપત્તા સહિત કુલ રૂપિયા 4,01,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રહેણાંક મકાનની તલાશી લેતા બીયરના 16 જેટલા ટીન મળી આવ્યા હતા. જેને લઈને આરોપી નીલેશ વલ્લભભાઈ ઠાસરા વિરુદ્ધ પ્રોહિબિશનનો વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અગાઉ વર્ષ 2016માં પણ આરોપી નીલેશ જુગારના કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળતા ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud