પાલિકાની ચુંટણી બાદ ચુંટણી તંત્ર જિલ્લામાં ચુંટણી કરાવવા કામે લાગ્યું
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીને પગલે 3 હજાર પોલીસ જવાનો તૈનાત
રાજકોટ તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની સીટ અને તાલુકા પંચાયતની મત ગણતરી માધાપરમાં થશે
WatchGujarat. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મોસમ પુર બહારમાં ખીલી છે. ત્યારે આવતીકાલે 36 જિલ્લા પંચાયત અને 11 તાલુકા પંચાયતોની 197 બેઠક માટે મતદાન યોજાનાર છે. વહીવટી તંત્ર દ્વારા આ માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુક્યો છે. આ ચૂંટણી માટે 362 સંવેદનશીલ અને 72 અતિ સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે. તો 6391નો પોલીંગ સ્ટાફ મતદાન મથક પર ફરજ બજાવશે. હાલ કુલ 11 સ્થળોએથી EVM ડીસ્પેચ અને રિસીવિંગની કામગીરી કરવામાં આવી રહી છે. તૈયારીઓ અંગે અધિક કલેક્ટર પરિમલ પંડ્યા અને જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ પણ મીડિયાને જાણકારી આપી હતી.
રાજકોટ જિલ્લામાં 3000 પોલીસ જવાનો તૈનાત કરાયા : જિલ્લા પોલીસ વડા
ચૂંટણીનાં બંદોબસ્ત અંગે જણાવતા જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ કહ્યું હતું કે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીને પગલે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. આ માટે 3 હજાર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત અત્યાર સુધીમાં 92 ટકા પરવાના વાળા હથિયારો કબ્જે લેવામાં આવ્યાછે. અને 5574 લોકો સામે અટકાયતી પગલા લેવામાં આવ્યાછે. ગ્રામ્ય વિસ્તારમાં 14 સ્થળે ચેકપોસ્ટ શરૂ કરાઇ છે અને ત્યાં 18831 વાહનોનું ચેકીંગ કરવામાં આવ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ 680 બિલ્ડિંગના 1079 કેન્દ્રો છે. આ ચુંટણીમાં 1082 પોલીસ જવાન, એસઆરપીની બે કંપની અને એક પ્લાટુન, એક કંપની સીઆઇએસએફની અને 1625 હોમગાર્ડ જીઆરડી સહિત 3 હજાર જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ કેન્દ્ર અને બુથની યાદી તૈયાર કરવામાં આવી છે. જ્યાં 24 કલાક પેટ્રોલિંગ તેમજ મતદાનની પ્રક્રિયાનું વિડીયો શૂટિંગ કરવાની ગોઠવણ પણ કરાઈ હોવાનું તેમણે જણાવ્યું છે.
1146 મતદાન મથકોમાં 6391 જેટલો પોલીંગ સ્ટાફ તૈનાત : અધિક કલેક્ટર
અધિક કલેક્ટરનાં જણાવ્યા મુજબ, રાજકોટ જિલ્લા પંચાયતની 36 અને 11 તાલુકા પંચાયતોની 197 બેઠક માટે 1146 મતદાન મથકો પર 9,60,554 મતદારો રવિવારે મતદાન કરશે. આ માટે કુલ 718 બિલ્ડીંગમાં આવેલા 1146 મતદાન મથકોમાં 6391 જેટલો પોલીંગ સ્ટાફ તૈનાત કરાયો છે. જિલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણી માટે કુલ 11 સ્થળોએથી EVM ડીસ્પેચ-રિસીવિંગ થશે અને આ 11 સ્થળોએ 2 માર્ચેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા અને તાલુકામાં મતદાન મથક એક જ હોવાથી એક મતદાન મથકે જ બે મત કુટિર રાખવામાં આવશે. જેમાં વ્યક્તિ જિલ્લા પંચાયતના ઉમેદવારને મત આપી તાલુકા પંચાયતના ઉમેદવારને મત આપશે. આ કારણે દરેક બૂથ પરથી અલગ અલગ બે મતદાન અને બે પરિણામ નીકળશે. આ માટે દરેક તાલુકા મથકે ઈવીએમ મશીનો પહોંચી ગયા છે અને સ્ટાફને ત્યાં જ તાલીમ આપી દેવાઈ છે. મતદાન પૂર્ણ થયા બાદ EVM નક્કી કરેલા સ્થળોએ પહોંચતા કરવામાં આવશે અને ત્યાં મતગણતરી થશે.
જાણો ક્યાં જિલ્લાની ક્યાં થશે મત ગણતરી
રાજકોટ તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની સીટ અને તાલુકા પંચાયતની મત ગણતરી માધાપરમાં થશે જ્યારે લોધિકા, પડધરી અને કોટડાસાંગાણી આ ત્રણેય તાલુકાની ગણતરીઓ પડધરીની સરકારી કોલેજમાં રાખવામાં આવી છે. એટલે એક સાથે 3 તાલુકા અને જિલ્લા પંચાયતની સીટના પરિણામો જાહેર કરાશે. આ સાથે જ કોરોના પોઝિટિવ અથવા કોઇ પોઝિટિવના સંપર્કમાં હોવાથી ક્વોરન્ટાઈન છે તેઓ સીધા મતદાન મથકે જઈ શકશે નહિં. મતદાનના એક દિવસ અગાઉ તેઓએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે આ માટે તબીબી પ્રમાણપત્ર આપવાનું રહેશે. તેમજ સ્વખર્ચે પીપીઈ કિટ પહેરીને મતદાન કરવાનું રહેશે.