• જિલ્લા પંચાયતનાં પ્રમુખ-ઉપપ્રમુખનાં નામોની સત્તાવાર જાહેરાત થયા બાદ નવનિયુક્ત હોદ્દેદારોએ ચાર્જ સાંભળતા પહેલા ભવ્ય ઉજવણી કરી
  • રાજકારણીઓ સરેઆમ નિયમોનો ઉલાળીયો થવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા લોકોમાં કચવાટ
  • વિવિધ વિસ્તારોમાં ચા-પાનનાં ધંધાર્થીઓને ત્યાં 10થી વધુ લોકો એકઠા થયેલા દેખાતા જ કડક કાર્યવાહી કરવામાં આવી

WatchGujarat. શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. અને પોઝીટીવ કેસનો આંકડો અગાઉ કરતા ડબલ થયા બાદ આખરે તંત્ર હરકતમાં આવ્યું છે. મનપા અને પોલીસ તંત્ર દ્વારા હવે નિયમોનો કડક અમલ કરાવવાનું શરૂ કરાયું છે. જો કે કાર્યવાહી માત્ર સામાન્ય પ્રજા માટે હોય તેમ પોલીસ કમિશ્નર દ્વારા લોકોને નિયમ પાલન કરવાની અપીલ કરતો વિડીયો જાહેર કરવામાં આવ્યો છે. તો મનપા દ્વારા ચા-પાનનાં ગલ્લા સહિતના સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સને લઈને ચેકીંગ કરવાની સાથે શહેરમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. જો કે નેતાઓનાં કાર્યક્રમોમાં થતા નિયમ ભંગ સામે બંને તંત્રએ લાજ કાઢી હતી. અને સરેઆમ નિયમોનો ઉલાળીયો થવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા લોકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

આજે જિલ્લા પંચાયતનાં પ્રમુખ-ઉપપ્રમુખનાં નામોની સત્તાવાર જાહેરાત થયા બાદ નવનિયુક્ત હોદ્દેદારોએ ચાર્જ સાંભળતા પહેલા ભવ્ય ઉજવણી કરી હતી. આ ઉજવણી પોલીસ કમિશ્નર કચેરીથી નજીક કરાઈ હોવા છતાં તેમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનાં નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવ્યો હતો. જો કે લોકોને નિયમ પાલનની સૂફીયાણી સલાહ આપનાર પોલીસ અને મ્યુ. કમિશ્નર દ્વારા આ મામલે કોઇ કાર્યવાહી તો દૂર ચેતવણી પણ આપવામાં આવી નથી. બીજીતરફ શહેરનાં વિવિધ વિસ્તારોમાં ચા-પાનનાં ધંધાર્થીઓને ત્યાં 10થી વધુ લોકો એકઠા થયેલા દેખાતા જ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

રાત્રી કરફ્યુનો સમય વધારવામાં આવતા વિરોધ

રાજકોટ સહીત 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુના સમયમાં ફેરફાર કરી રાત્રે 10થી સવારે 6વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. જેને લઈને વિરોધના સૂર ઉઠ્યા છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં લોકો રાત્રીના સમયે જમવા આવતા હોય છે. પરંતુ હવે રાત્રે 10 વાગ્યે કર્ફ્યું લાદી દેવામાં આવતા વેપાર-ધંધાને માઠી અસર પડી રહી છે. અને ફૂડ એન્ડ બેવરેજીસ એસોસિએશન મેદાને ઉતર્યું છે. ફૂડ એન્ડ બેવરેજીસ એસોસિયએશનનાં પ્રમુખ શેખર મહેતાનાં જણાવ્યા મુજબ, રાત્રી કરફ્યુનો વિરોધ કર્યો છે અને આવતીકાલે એસોસિયએશનના બધા હોદેદારો દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠક બાદ રાત્રી કર્ફ્યું અંગે ગાંધીનગર સુધી રજૂઆત કરવાની તૈયારી પણ તેમણે દર્શાવી છે. ત્યારે આવનારા સમયમાં ઘર્ષણનાં એંધાણ વર્તાઈ રહ્યા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud