• તબીબી ક્ષેત્રે સ્કિલ્ડ અને અનસ્કીલ્ડ રોજગારીનું થશે સર્જન
  • ટૂંક સમયમાં ભરતીની પ્રક્રિયા શરુ કરાશે

#Rajkot - AIIMS થકી 5 હજારથી વધુ નોકરીઓ આવશે - ડેપ્યુટી ડિરેક્ટર શ્રમદીપ સિંહા

WatchGujarat. ગુજરાતની પ્રથમ એઇમ્સ રાજકોટ ને ફાળવવામાં આવી છે જેનું ખાતે મુર્હુત 31 ડિસેમ્બરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુલ ઉપસ્થિતિ માં થશે. 750 બેડની એઈમ્સમાં અનેક વિભાગો તેમજ શૈક્ષણિક કાર્ય શરુ થશે ત્યારે સમગ્ર એઇમ્સના સંચાલન માટે 5000 થી વધુનો સ્ટાફ જરૂરી હોવાનું એઈમ્સના ડેપ્યુટી ડિરેક્ટર શ્રમદીપ સિંહાએ જણાવ્યું છે. #AIIMS

ભારતની ખ્યાતનામ તબીબી સંસ્થામાં જનરલ ઓપીડી થી લઈ ટ્રોમા સુધી ઇમરજન્સી કેસ ને હેન્ડલ કરવામાં આવશે, 200 એકર જગ્યામાં નિર્માણ થનાર એઈમ્સ માં તબીબી વિદ્યા શાખાના વિદ્યાર્થીઓને શિક્ષણ અર્થે કોલેજ પણ કાર્યરત થશે . બંને શાખામાં તબીબો, પેરા મેડિકલ, લેબ , ફાર્મસી, કિચન, લોન્ડરી, મેડિકલ ગેસ, સહિતના વિભાગોમાં સ્કિલ્ડ અને અનસ્કીલ્ડ સ્ટાફની જરૂરિયાત ઉભી થશે.શૈક્ષણિક વિભાગમાં પ્રોફેસર, તેમજ અન્ય સપોર્ટિંગ સ્ટાફની પણ જરૂરિયાત મોટા પાયે થશે. #AIIMS

આ ઉપરાંત સિક્યોરિટી, ભોજન, સફાઈ સહીત અનેક ક્ષેત્રે ખાનગી સંસ્થાઓની પણ મદદ લેવામાં આવશે. રાજકોટ ખાતે મોટાપાયે રોજગારીનું સર્જન થશે, જેનું ચયન ટૂંક સમયમાં કરવામાં આવશે તેમ શ્રમદીપ સિંહાએ ઉમેર્યું હતું .

એક જ સ્થળે અનેકવિધ રોગની ઉચ્ચકોટિની સારવાર નજીવા દરે પ્રાપ્ત થશે

એઇમ્સના નિર્માણથી ગુજરાતના દર્દીઓને ગુજરાત બહાર નહિ જવું પડે, કારણ કે અહીં તેમને મળી રહેશે શ્રેષ્ઠ સારવાર. એઇમ્સના ડેપ્યુટી ડિરેક્ટર શ્રમદીપ સિંહાના જણવ્યા મુજબ કોઈપણ ગંભીર રોગના દર્દીઓને સારામા સારી સારવાર અહીં જ ઉપલબ્ધ થતા તેમને અન્ય એઇમ્સ કે મલ્ટીપલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે જવાની જરૂર નહીં પડે.

આ સાથે એઇમ્સ માં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના પણ લાભ દર્દીઓને આપવામાં આવશે. દવા તેમજ સ્ટેન્ટ સહીત સર્જરીની અનેક વસ્તુ કેન્દ્રના નિયત દરે દર્દીઓને ઉપબ્ધ થતા નજીવા દરે દર્દીઓને સારવાર પુરી પાડવામાં આવશે. રાજકોટ એઇમ્સ ખાતે ટ્રોમા, જનરલ સર્જરી, હૃદય, ગાયનેક, ટીબી, કિડની, મગજ સહિતના ગંભીર રોગની સારવાર ઉપબ્ધ થશે.

More #AIIMS #bring #Thousands #Skilled #unskilled #people #Rajkot news
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud