બાળકના પરિવારે સમગ્ર મામલે કલેક્ટરને રજુઆત કરી હતી
ગત મે-2020 સુધી બાળકને HIV ન હતો
જાન્યુઆરી- 2021 માં લોહી ચઢાવ્યા બાદ તેનો HIV રિપોર્ટ પોઝિટિવ આવ્યો
WatchGujarat. સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં એક થેલેસેમિયા ગ્રસ્ત બાળકને HIV પોઝિટિવ બ્લડ ચઢાવી દેવાયું હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. બાળકના પરિવારે આ અંગે કલેક્ટરને રજુઆત કરી હતી. દરમિયાન બાળકના પિતા ચોધાર આંસુએ રડી પડ્યા હતા. પરિવારે કહ્યું હતું કે, ગત મે-2020 સુધી બાળકને HIV ન હતો. પણ જાન્યુઆરી- 2021 માં લોહી ચઢાવ્યા બાદ તેનો HIV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
બાળકના પિતાએ જણાવ્યું હતું કે, મારા પુત્રની ઉંમર હાલ 14 વર્ષ છે. તે એક વર્ષનો હતો ત્યારે અમને તેના થેલેસેમિયા હોવાની જાણ થઈ હતી. ત્યારથી આજ સુધી સિવિલની કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં થેલેસેમિયાનું લોહી ચઢાવવામાં આવે છે. દર પંદર દિવસે અમારા બાળકને લોહી ચઢાવવામાં આવે છે. અને તેના બ્લડ સેમ્પલના અમુક રિપોર્ટ પણ કરાવવામાં આવતા હતા. આ ઉપરાંત દર છ મહિને HIV ટેસ્ટ પણ થતા હતા.
દરમિયાન ચાલુ મહિને જ તેનો રિપોર્ટ HIV પોઝિટિવ આવતા આ બાબત ધ્યાનમાં આવી છે. સામાન્ય રીતે દરેક વખતે જ્યારે બ્લડ ચડાવવામાં આવતું ત્યારે જ ફાઇલમાં તારીખ નાખવામાં આવતી અને યુનિટ નંબર નાખવામાં આવતા અને ડોક્ટરની સહી થતી હતી. અમે આ રિપોર્ટ અંગે ડોક્ટરને પૂછતા તેમણે કહ્યું કે, તપાસ કરવી પડશે. HIVવાળું બ્લડ આવી ગયું હોય તો આવું બની શકે.
રાજકોટ કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ આ બાળકના પરિવારને ન્યાય અપાવવા મેદાને આવ્યા છે. રજૂઆત કરવા આવેલા બાળકના પિતા કલેક્ટર કચેરીમાં જ રડી પડ્યા હતા. સાથે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ બ્લડનું નિરીક્ષણ કર્યા વગર પુત્રને ચઢાવી તેની જિંદગી બરબાદ કરી નાખી હોવાનો આરોપ પણ લગાવ્યો છે. તેમજ જવાબદારો સામે કડકમાં કડક પગલા લેવાની માંગ કરી છે.
અન્ય કોઈ ટ્રીટમેન્ટ લીધા બાદ HIV પોઝિટિવ આવ્યો હોવાનું બની શકે : ગૌરવીબેન ધ્રુવ
સમગ્ર મામલે સિવીલ હોસ્પિટલના મેડિકલ ફેકલ્ટીના ડીન ગૌરવીબેન ધ્રુવનાં જણાવ્યા મુજબ, પીડીયુ બ્લડ બેન્ક ખાતે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગના બધા જ નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવે છે. ચાર પ્રકારના બ્લડ પરીક્ષણ કર્યા બાદ રિપોર્ટ આવ્યે દર્દીને બ્લડ આપવામાં આવે છે. ત્યારે આ કેસમાં બાળકને અન્ય જગ્યાએ ટ્રીટમેન્ટ લીધા બાદ HIV પોઝિટિવ આવ્યો હોવાનું પણ બની શકે છે. આ સિવાય વિન્ડો પિરીયડ દરમિયાન બાળકને HIV પોઝિટિવ રિપોર્ટ આવી શકે છે. હાલમાં આક્ષેપોને લઇને પ્રાથમિક રિપોર્ટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને આપી દીધો છે. અને જરૂરી તપાસ કરવામાં આવી રહી હોવાનું પણ તેમણે કહ્યું છે.