• બંગાળમાં રહેતા વ્યક્તિનો પરિચય થયા બાદ ઘરે અવર – જવર શરૂ થઇ
  • નાસીરા પર આબ્દીનની દાનત બગડી અને તેને પામવા માટે ઘરમાં બેસી જવા માટે દબાણ કરવા લાગ્યો
  • માતા નાસીરાને હેરાન કરતા અને પિતાને મારી નાખવાના મેસેજ વાંચી કિશોરી ડરી ગઇ

WatchGujarat. શહેરનાં ભગવતીપરા વિસ્તારમાં 8 વર્ષની માસુમે ગળેફાંસો લગાવ્યો હતો. જોકે સમયસર માતા જોઈ જતા તેણીને બચાવી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીનાં આપઘાતનાં કારણ અંગે પિતાએ જણાવ્યું હતું કે, પત્નીનો એકતરફી પ્રેમી તેને હેરાન કરતો હતો. અને મોબાઈલમાં મેસેજ કરીને મને મારી નાખવાની ધમકી આપતો હતો. આ મેસેજ વાંચી ડરી ગયેલી માસુમે આ પગલું ભર્યું છે. જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં બાળકીને રમતા-રમતા ગળેફાંસો લાગી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. છતાં પિતાની ફરિયાદનાં આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

જાણવા મળતી વિગતો મુજબ, સોમવારે સાંજે સુરૈયા બાપન શેખ નામની 8 વર્ષની બાળકીએ પોતાના ઘરે રસોડામાં લાકડાની આડી સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો લગાવ્યો હતો. જોકે બાળકી લટકતી હતી ત્યારે તેની માતા નાસીરાની નજર પડતા તેણે અને તેના પતિએ બાળકીને નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડી હતી. આ અંગે બાળકીના પિતા બાપન શેખે કહ્યું હતું કે, પોતે બંગાળી છે અને 11 વર્ષથી રાજકોટમાં રહે છે, તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બંગાળનો જ વતની અને રાજકોટમાં રહેતો આબ્દીન ઉર્ફે ગજનીનો લોકડાઉનમાં પરિચય થયો હતો. અને પોતાના વતનનો હોવાથી આબ્દીનને પોતાના ઘરે જમવા આવવાનું કહ્યું હોવથી બે મહિના આબ્દીન જમવા આવતો હતો.

દરમિયાન પોતાની પત્ની નાસીરા પર આબ્દીનની દાનત બગડી હતી. અને નાસીરાને પામવા માટે પોતાના ઘરમાં બેસી જવા માટે દબાણ કરવા લાગ્યો હતો. એટલું જ નહીં આમ નહીં કરે તો પતિ (પોતા)ને જાનથી મારવાની ધમકી પણ આપતો હતો. પખવાડિયા પૂર્વે આબ્દીને પોતાના ઘરમાં બેસવાનું કહી નાસીરા સાથે ઝઘડો કરી તેનો મોબાઇલ તોડી નાખ્યો હતો. આબ્દીન મોબાઇલ પર નાસીરાને મેસેજ કરી બાપનને મારી નાખવાનું કહેતો હતો.

સોમવારે રમતા-રમતા જ મોબાઈલ સુરૈયાના હાથમાં આવ્યો હતો અને આબ્દીને મોકલેલા મેસેજ વાંચી ગઇ હતી. જેમાં માતા નાસીરાને હેરાન કરતા અને પિતાને મારી નાખવાના મેસેજ વાંચી તેણી ડરી ગઇ હતી. અને ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાળકીના પિતાએ કરેલા આક્ષેપથી પોલીસતંત્રમાં દોડધામ મચી ગઇ હતી. અને બી-ડિવિઝન પોલીસ દ્વારા બાળકીનું નિવેદન લેવામાં આવ્યું હતું. જેમાં તેણે રમતા-રમતા ગળેફાંસો લાગ્યો હોવાનું જણાવ્યું હતું. જો કે પોલીસે જણાવ્યા મુજબ પિતાએ કરેલા આક્ષેપની દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud