શહેરના વોર્ડ નંબર 11માં આવેલી સોસાયટીઓમાં પાણીની સમસ્યા વકરી રહી છે
સત્તાપક્ષને ભરપેટ વોટ આપ્યા બાદ પણ શહેરીજનોની સમસ્યા યથાવત
ઉનાળા પહેલા શરૂ થયેલી સમસ્યા આવનાર સમયમાં વધારે વકરવાની શક્યતા
WatchGujarat. ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. અને સાથે જ શહેરનાં છેવાડાનાં વિસ્તારોમાં પાણીની પારાયણ પણ શરૂ થઈ ચૂકી છે. શહેરની ભાગોળે આવેલા ઘણા વિસ્તારોમાં અત્યારથી જ સમયસર અને પૂરતું પાણી મળતું નહીં હોવાની ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે આજે મહાનગરપાલિકાની વેસ્ટ ઝોન કચેરી ખાતે વોર્ડ નંબર-11ની મહિલાઓએ પાણીની મુશ્કેલી હોવાના મુદ્દે હોબાળો મચાવ્યો હતો. જો કે બાદમાં ઉચ્ચ અધિકારીઓએ સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.
જાણવા મળતી વિગત અનુસાર, શહેરના વોર્ડ નંબર 11માં આવેલા ઘણા વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમય થી પાણીની મુશ્કેલીઓ વધી રહી છે. જેમાં દિવસમાં 20 મિનિટ પણ પાણી અપાતું નથી. તેમજ પૂરો ફોર્સ પણ મળતો નથી. એટલું જ નહીં કેટલીક જગ્યાએ તો મનપા દ્વારા અપાતા પાણીમાં દુર્ગંધ આવતી હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. ત્યારે આ તમામ ફરિયાદો સાથે આજે વોર્ડ નંબર 11ની મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં કોર્પોરેશનની વેસ્ટ ઝોન કચેરીએ પહોંચી હતી. અને પીવા માટે પૂરતું પાણી આપવાની માંગ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો.
મહિલાઓએ જણાવ્યું હતું કે, આખા વિસ્તારમાં પૂરું પીવાનું પાણી મળતું નથી. અમુક વિસ્તારમાં મળે છે ત્યાં પણ પાણીમાં દુર્ગંધ આવવા સહિતની મુશ્કેલીઓ પડી રહી છે. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ જરૂરી પગલાં લેવાયા નથી. જેને લઈને આજે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જો કે આ રજૂઆત બાદ ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા. અને તમામ મહિલાઓનાં પાણી પ્રશ્નનો ત્વરિત ઉકેલ લાવવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો છે.