• રાજ્ય સરકારે ખાનગી સંસ્થાઓમાંથી જરૂરી મેનપાવર જિલ્લાના તંત્રને હવાલે કરવાની સૂચના આપી
  • તમામ 10 કોલેજોને જાણ કરી નોડલ ઓફિસર ફાળવવા અને પીડીયુ હોસ્પિટલ ખાતેના ઓએસડી ડો. જતીન ભટ્ટને તાત્કાલિક રીપોર્ટ કરવા આદેશ
  • તબિબિ વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલ અંતર્ગત સિવિલ, સમરસ, અને કેન્સર કોવિડ હોસ્પિટલમાં જ ફરજ સોંપવામાં આવશે

Watchgujarat. શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈ કોવિડ હોસ્પિટલોમાં હોમિયોપેથી તેમજ આયુર્વેદના છાત્રોને ફરજમાં લેવા જિલ્લા કલેક્ટરે આદેશ આપ્યા છે. એકતરફ મેડિકલ સ્ટાફની ઘટ તેમજ બીજીતરફ દર્દીઓની સારવાર કરતા તબીબો અને નર્સિંગ સ્ટાફ પણ કોરોના સંક્રમિત થતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. અને કોરોના પર કાબુ મેળવવા કલેક્ટર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત આજે 10 કોલેજનાં 190 જેટલા છાત્રોને ઓર્ડર અપાયા છે. અને આ તમામને નિયત વેતન આપવાની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્ય સરકારે ખાનગી સંસ્થાઓમાંથી જરૂરી મેનપાવર જિલ્લાના તંત્રને હવાલે કરવાની સૂચના આપી છે. જેને પગલે કલેક્ટર રેમ્યા મોહન દ્વારા શહેર-જિલ્લાની 10 જેટલી ખાનગી આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજના 190થી વધુ તબીબી વિદ્યાર્થીઓના કોવિડ સેન્ટરો માટે ઓર્ડરો કર્યા છે. આ માટે તમામ 10 કોલેજોને જાણ કરી નોડલ ઓફિસર ફાળવવા અને પીડીયુ હોસ્પિટલ ખાતેના ઓએસડી ડો. જતીન ભટ્ટને તાત્કાલિક રીપોર્ટ કરવા અને દરેક કોલેજમાંથી 5-5 ઇન્ટર્ની પણ ફાળવી તેના પણ મોબાઈલ નંબર આપી દેવા પણ કલેક્ટરે હુકમો કર્યા છે.

વધુમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, આ તબીબી વિદ્યાર્થી તથા ઇન્ટર્નનોને કોવિડ-19ની પ્રવર્તમાન પરિસ્થિતિ અને જરૂરિયાત પ્રમાણે તબીબી અધિક્ષક, પીડીયુ હોસ્પિટલ, રાજકોટ દ્વારા આદેશ કરવામાં આવશે. જેમાં સિવિલ હોસ્પિટલ અંતર્ગત સિવિલ, સમરસ, અને કેન્સર કોવિડ હોસ્પિટલમાં જ ફરજ સોંપવામાં આવશે. અને તમામ વિદ્યાર્થીઓનએ સરકારના નિયમો અને શરતો મુજબ કામગીરી કરવાની રહેશે. આ માટે તેઓને ગુજરાત સરકારના નિયમો મુજબ પગાર પણ ચૂકવવામાં આવશે.

જાણો કઈ 10 કોલેજના છાત્રોને અપાયા ઓર્ડર

1) બી.જે.ગરૈયા આયુર્વેદ કોલેજ

2) બી.એ.ડાંગર હોમિયોપેથિક મેડિકલ કોલેજ

3) ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ

4) ગારડી આયુર્વેદિક કોલેજ

5) ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ આયુર્વેદ

6) રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ

7) એચ.એન.શુક્લા હોમિયોપેથિક કોલેજ

8) કામદાર હોમિયોપેથિક કોલેજ

9) મુરલીધર આયુર્વેદિક કોલેજ

10) આર.કે. યુનિ. આયુર્વેદ કોલેજ

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud