• રાજકોટ અને મોરબીમાં બેડની સુવિધા નહીં મળતા 800 જેટલા દર્દીઓને જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર લેવા જવા વારો આવ્યો
  • ખાખરેચીમાં 60, વાવડીમાં 70 અને પડધરીનાં નાના એવા ખજુડી ગામમાં પણ 12 દર્દીઓના મોત થયા
  • લલિત કગથરાએ મહામારીમાં વધુમાં વધુ લોકોના જીવ બચાવવા માટે કોરોનાને હરાવનારા લોકોને પ્લાઝમા ડોનેટ કરવા આગળ આવવાની અપીલ કરી

Watchgujarat. કોંગ્રેસનાં ધારાસભ્ય લલિત કગથરાએ આજે અકસ્માતે મૃત્યુ પામેલા તેના પુત્રના સ્મરણાર્થે આગામી તારીખ 5નાં રોજ પ્લાઝ્મા ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. આ અંગેની જાણકારી આપવા તેમણે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં ગુજરાત સરકારે ખેડૂતો માટે લીધેલા નિર્ણયની પ્રશંસા કરી હતી. સાથે જ ગુજરાતમાં બેડ- દવા- ઓક્સિજન- ઇન્જેક્શનનાં અભાવે જ દર્દીઓ મોતને ભેંટતા હોવાનો સણસણતો આક્ષેપ પણ કર્યો હતો. અને મોરબીની સ્થિતિ સૌથી વધુ ખરાબ હોવાનું જણાવ્યું હતું.

પડધરી-ટંકારાનાં ધારાસભ્ય લલિત કગથરાનાં કહેવા મુજબ, રાજકોટ અને મોરબીમાં બેડની સુવિધા નહીં મળતા 800 જેટલા દર્દીઓને જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર લેવા જવા વારો આવ્યો હતો. દરમિયાન મોરબી જિલ્લાના દરેક ગામમાં 15 કરતા પણ વધુ લોકોનાં મોત નિપજ્યા છે. સાથે ખાખરેચીમાં 60, વાવડીમાં 70 અને પડધરીનાં નાના એવા ખજુડી ગામમાં પણ 12 દર્દીઓના મોત થયા છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં બેડનો અભાવ, દવા- ઓક્સિજન અને ઇન્જેક્શનનાં અભાવે દર્દીઓ મોતને ભેંટે છે’ સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ મોરબી જિલ્લાની છે. જ્યાં કોરોના કેસ અને મૃત્યુઆંક પણ સૌથી વધુ છે. દરેક ગામડા આજે કોરોના સંક્રમિત છે. અને દરેક ગામમાંથી યુવાનો સહિત અનેકનાં મૃત્યુ થયા છે. ઇન્જેક્શન કૌભાંડ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે , આવી મહામારીમાં આટલું મોટું કૌભાંડ કરનારા કોઇપણ હોય તેને છાવરવા જોઇએ નહીં. અને આવા લોકોને જાહેરમાં ફાંસીનાં માંચડે લટકાવી દેવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે, હાલ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર  ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. જેને અટકાવવા તંત્ર મથામણ કરી રહ્યું છે. જોકે સારી વાત એ છે કે, પ્લાઝ્મા ડોનરનું પ્રમાણ પણ વધ્યું છે. ત્યારે લલિત કગથરાએ મહામારીમાં વધુમાં વધુ લોકોના જીવ બચાવવા માટે કોરોનાને હરાવનારા લોકોને પ્લાઝમા ડોનેટ કરવા આગળ આવવાની અપીલ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud