• વોર્ડ નં.- 2 નાં ઉમેદવાર મનીષાબા વાળાને બદલે દિવ્યાબા હરપાલસિંહ જાડેજાને મેન્ડેટ મળી જતા તેમણે ઉમેદવારી નોંધાવી
  • અનેકના મેન્ડેટ બદલાય જતા શહેર કોંગ્રેસમાં મોટા પાયે આંતરિક વિવાદ શરૂ થઈ ગયો
  • ભાજપે રજૂ કરેલા ફોર્મ પૈકી અમૂકમાં ભૂલો હોવાનું બહાર આવ્યું

WatchGujarat. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારને ફોર્મ ભરવાને આજે છેલ્લો દિવસ છે. ત્યારે કોંગ્રેસમાં જબરો ગોટાળો સામે આવ્યો છે. જેમાં છેલ્લી ઘડીએ અમુક વોર્ડનાં ઉમેદવારોનાં મેન્ડેટ ફરી જતા ઘમાસાણ સર્જાયું છે. તેમજ આંતરિક ઘર્ષણ પણ શરૂ થઈ ચૂક્યું છે. વોર્ડ નં. 1થી6માં કોંગ્રેસે અધુરા મેન્ડેડ સાથેના ફોર્મ રજૂ કરી દેતા વિવાદ સર્જાયો છે. બીજીતરફ 3 વાગ્યા બાદ પણ ફોર્મ લેવાતા હોવાથી ભાજપે વાંધો ઉઠાવ્યો છે. અને ચૂંટણી અધિકારીને અંગે રજૂઆત કરવામાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ વોર્ડ નં.- 2નાં ઉમેદવાર મનીષાબા વાળાને બદલે દિવ્યાબા હરપાલસિંહ જાડેજાને મેન્ડેટ મળી જતા તેમણે ઉમેદવારી નોંધાવી છે. તો વોર્ડ ન. 14માંથી વાજતો ઉમેદવારી નોંધાવનાર માણસુરભાઇ વાળાને બદલે મયુરસિંહ પરમારના નામે મેન્ડેટ આવતા તેમણે ફોર્મ ભર્યું છે. બીજીતરફ બપોરે ત્રણ વાગ્યા બાદ ફોર્મ સ્વીકારવાને લઈને ભાજપ દ્વારા ચૂંટણી અધિકારીને રજુઆત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ફોર્મ ભરતી વખતે જે મેન્ડેટ આવ્યા તે ઉમેદવારને બદલે બીજા જ ઉમેદવારનાં નામ સામે આવતા ભારે ઉથલ-પાથલ જોવા મળી હતી. તેમજ અનેકના મેન્ડેટ બદલાય જતા શહેર કોંગ્રેસમાં મોટા પાયે આંતરિક વિવાદ શરૂ થઈ ગયો છે. આ સિવાય કોંગ્રેસનાં અન્ય કેટલાક ઉમેદવારોના ફોર્મ રદ્દ થવાની સંભાવના પણ ચર્ચાઈ રહી છે. તો ભાજપે રજૂ કરેલા ફોર્મ પૈકી અમૂકમાં ભૂલો હોવાનું જાણવા મળ્યું છે. જો કે ભાજપ શહેર પ્રમુખનાં જણાવ્યા મુજબ સોમવારે ફોર્મની ચકાસણી કરશે ત્યારે હકીકત સામે આવશે.

વોર્ડ નં-2નાં ઉમેદવાર મનિષાબા વાળાની ટિકિટ કાપવામાં આવતા તેમણે વિપક્ષનું કાવતરું હોવાનો આક્ષેપ કર્યો છે. મનિષાબા વાળાએ જણાવ્યું હતું કે, તેમને સવારે 11 વાગ્યે ટેલીફિનિક જાણ કરવામાં આવી હતી. જેને લઈ તેઓ તમામ દસ્તાવેજો એકત્ર કરી ફોર્મ જમા કરાવવા પહોંચ્યા હતા. પરંતુ અહીં દિવ્યાબાનું નામ ખુલ્યું હતું. આ અંગે પાર્ટીમાં ઉપર સુધી રજુઆત કરવામાં આવશે અને પોતાનું મેન્ડેટ કોઈએ ફાડી નાખ્યું હોવાનું તેમણે કહ્યું હતું. સાથે જ આ મેન્ડેટ કોણે ફાડયું તે જાણવા માટે જરૂર પડ્યે પોલીસ ફરિયાદ કરવાની તૈયારી પણ દર્શાવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud