• રાજકોટ શહેરમાં આંશિક લોકડાઉન અને વહીવટી તેમજ મનપા તંત્રના અથાગ પ્રયાસો છતાં કોરોનાનું સંક્રમણ રોકવામાં ધારી સફળતા મળતી નથી
  • ગઈકાલે થયેલા 53 પૈકી 12 મોત કોરોનાને કારણે થયા હોવાનું કમિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું
  • હજુપણ પરિસ્થિતિ ગમે ત્યારે કથળી શકે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. ત્યારે લોકોએ સ્વેચ્છાએ નિયમોનું પાલન કરવાની ખાસ જરૂર છે.

WatchGujarat.  શહેરમાં કોરોનાની સારવાર દરમિયાન થતા મોતની સંખ્યામાં આજે ફરી વધારો થયો છે. અને 24 કલાકમાં વધુ 66 દર્દીઓના ભોગ લેવાયા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ત્રણેક દિવસમાં નવા પોઝીટીવ કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. જેને પગલે સિવિલ હોસ્પિટલ બહાર લાગતી એમ્બ્યુલન્સની લાઈનો પણ થોડા કલાક દૂર થઈ હતી. જોકે ગણતરીની કલાકોમાં ફરી 40 કરતા વધુ એમ્બ્યુલન્સની લાઈનો થઈ જતા ચિંતા યથાવત રહી છે. બીજીતરફ વહીવટી તંત્રનાં ઓક્સિજન માટેની અછત મહદઅંશે દૂર થયાનાં દાવાઓ વચ્ચે સિલિન્ડર ભરાવવા માટે લોકોની લાઈનો યથાવત જોવા મળી છે.

રાજકોટ શહેરમાં આંશિક લોકડાઉન અને વહીવટી તેમજ મનપા તંત્રના અથાગ પ્રયાસો છતાં કોરોનાનું સંક્રમણ રોકવામાં ધારી સફળતા મળતી નથી. જોકે છેલ્લા થોડા દિવસોમાં આંશિક રાહત મળી છે. જેમાં નવા પોઝીટીવ કેસની સંખ્યામાં ત્રણેક દિવસથી ઘટાડો નોંધાઇ રહ્યો છે. જેમાં સોમવારે કુલ 546 નવા કેસ સામે 719 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા હતા. મંગળવારે 452 નવા કેસ સામે 652 દર્દીઓ કોરોનાને હરાવી સ્વસ્થ થયા હતા. અને ગઈકાલે પણ 363 નવા કેસ સામે 692 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ ગઈકાલે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થયો હતો.

જોકે આજે ફરી એકવાર મૃતકોની સંખ્યામાં વધારો થતાં છેલ્લા 24 કલાકમાં 66 દર્દીઓનાં મોત નિપજ્યા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ ગઈકાલે સવારે 8 વાગ્યાથી આજે સવારે 8 સુધીમાં કોરોનાની સારવાર દરમિયાન વધુ 66 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જોકે આ પૈકી કેટલા મોત કોરોનાથી થયા છે તે અંગે આખરી નિર્ણય સરકાર દ્વારા નિમાયેલી ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવાશે. ગઈકાલે થયેલા 53 પૈકી 12 મોત કોરોનાને કારણે થયા હોવાનું કમિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, લોકો અને તંત્રના સહિયારા પ્રયાસોને કારણે શહેરમાં વધતા કોરોના સંક્રમણમાં થોડી રાહત ચોક્કસ મળી છે. પરંતુ હજુપણ પરિસ્થિતિ ગમે ત્યારે કથળી શકે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. ત્યારે લોકોએ સ્વેચ્છાએ નિયમોનું પાલન કરવાની ખાસ જરૂર છે. બીજીતરફ તંત્રએ પણ દર્દીઓની સાથે સાથે વેકસીનેશન પર વધુ ભાર મુકવાની જરૂર છે. કોરોનાથી બચવાનો સૌથી મોટો ઉપાય રસીકરણ હોવાનું બ્રાઝીલ અને અમેરિકામાં સાબિત થઈ ચૂક્યું છે ત્યાં રસીકરણ પૂર્ણ થતાં લોકોને માસ્ક પહેરવાથી પણ મુક્તિ મળી છે. ત્યારે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર હવે વેકસીનેશન પર વધુ ધ્યાન આપે તે જરૂરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud