• સીએમ રૂપાણીની તબિયત સતત સુધારા ઉપર હોઈ નિષ્ણાંત ડોક્ટર્સની સલાહ લીધા બાદ ડિસ્ચાર્જ થશે
  • વિજય રૂપાણી પીપીઈ કીટ પહેરીને કોરોનાની ગાઈડલાઇન મુજબ સાંજે 6 વાગ્યે વોર્ડ નં 10માં પોતાનો મત આપશે
  • સીએમ સાથે તેમના પત્ની અંજલી રૂપાણી પણ મત આપશે

WatchGujarat. આવતીકાલે રવિવારે રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન યોજાયું છે. જેમાં મતદાન કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલીબેન પણ રાજકોટ આવનાર છે. મુખ્યમંત્રી તાજેતરમાં કોરોનાગ્રસ્ત થયા હોવાથી આઇસોલેશનમાં  છે. પરંતુ હાલમાં તેમની તબિયત ઘણી સારી અને બધા રિપોર્ટ નોર્મલ આવતા તેમણે ડોક્ટરોની સલાહ બાદ જ આ નિર્ણય લીધો છે. અને તેઓ પીપીઈ કીટ પહેરીને કોરોનાની ગાઈડલાઇન મુજબ સાંજે 6 વાગ્યે વોર્ડ નં 10માં પોતાનો મત આપી લોકશાહીના આ પર્વમાં તેનું યોગદાન આપશે. .

ભાજપનાં સુત્રોમાંથી જાણવા મળ્યા અનુસાર, હાલ સીએમ રૂપાણીની તબિયત સતત સુધારા ઉપર હોઈ નિષ્ણાંત ડોક્ટર્સની સલાહ લીધા બાદ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવે તેવી શક્યતા છે. મુખ્યમંત્રી રૂપાણીનાં બધા રિપોર્ટ હાલ નોર્મલ હોવાનું પણ જાણવા મળ્યું છે. અને આ કારણે મુખ્યમંત્રી દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો છે. રૂપાણી વોર્ડ નં10 નાં મતદાર હોવાથી તેઓ કોરોનાની ગાઈડલાઇન મુજબ સાંજે 5થી6 દરમિયાન મતદાન કરશે. આ તકે પત્ની અંજલિબેન રૂપાણી પણ તેમની સાથે રહેવાના હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વડોદરા ખાતે એક સભા સંબોધતી વખતે અચાનક સીએમ રૂપાણી ઢળી પડ્યા હતા. ત્યારબાદ તેમને અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બીજા દિવસે તેમનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તેમને એક સપ્તાહ માટે આઇસોલેશન હેઠળ રખાયા હતા. દરમિયાન પણ નિષ્ણાંત ડોક્ટરોની ટીમ સતત ખડેપગે રહી હતી. અને આ કારણે જ ગણતરીના દિવસોમાં સીએમ રૂપાણી બિલકુલ સ્વસ્થ થવાની કગાર ઉપર પહોંચ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud