• રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનનું રિવાઇઝ્ડ બજેટ સોમવારે રજુ કરવામાં આવ્યું 
  • ગતવર્ષે રૂ. 260 કરોડનો વેરા લક્ષ્યાંક સિદ્ધ નહીં થવા છતાં નવા બજેટમાં રૂ. 340 કરોડનો લક્ષ્યાંક પણ આ બજેટમાં મુકવામાં આવ્યો
  • મેટ્રો રેલ ફિઝીબીલીટી સ્ટડી માટે રૂ. 10 લાખની જોગવાઈ કરવામાં આવી
  • શહેર ખરાઅર્થમાં ગ્રીન સીટી બને તે માટે વૃક્ષનાં સર્વે માટે જીયો ટેગીંગ કરવાનો નિર્ણય આ બજેટમાં લેવાયો

WatchGujarat. આજરોજ મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલે વર્ષ 2021-22નું નવા કરબોજ વિના રૂ. 2275.80 કરોડનું  બજેટ અને રૂ. 1,544.32 કરોડનું વર્ષ 2020-21નું જ રિવાઇઝડ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું છે. આ બજેટમાં મિલકત વેરો, પાણી વેરો, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ તેમજ વાહન વેરાના દરમાં પણ કોઈ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. સાથે જ અનેક નવી યોજનાઓનાં સપના પણ બતાવવામાં આવ્યા છે. ગતવર્ષે રૂ. 260 કરોડનો વેરા લક્ષ્યાંક સિદ્ધ નહીં થવા છતાં નવા બજેટમાં રૂ. 340 કરોડનો લક્ષ્યાંક પણ આ બજેટમાં મુકવામાં આવ્યો છે. માત્ર 5 વિસ્તાર નવા ભળવાની સામે રૂ. 80 કરોડનો ઊંચો લક્ષ્યાંક એ પણ હાલ તો સ્વપ્ન સમાન લાગી રહ્યો છે.

આજરોજ મ્યુ. કમિશ્નરે રજૂ કરેલા બજેટમાં શહેરમાં બે નવા સ્પોર્ટસ સંકુલ, પર્યાવરણની સુરક્ષા માટે વધુ ઈ-બસની ખરીદી, સાંઢીયાપુલનું નવિનીકરણ, પબ્લીક બાઈસીકલ શેરીંગ પ્રોજેકટ, નાકરાવાડી નવો સોલાર પાવર પ્લાન્ટ, ત્રણ નવા ફાયર સ્ટેશન, સ્ટ્રીટ ફોર પીપલ, નેચરીંગ નેબલ હુડ અને સાયકલ ફોર ચેન્જ સહિતનાં પ્રોજેકટનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે વેરામાં કોઈપણ વધારો કરાયો નથી. સાથે જ રાજય સરકાર દ્વારા રાજયના 6 શહેરોમાં મેટ્રો રેલ દોડાવવા ઘોષણા કરવામાં આવી હોય બજેટમાં મેટ્રો રેલ ફિઝીબીલીટી સ્ટડી માટે રૂ. 10 લાખની જોગવાઈ કરવામાં આવી છે.

આ ઉપરાંત ગત વર્ષે મહાપાલિકાની હદમાં નવા ચાર ગામો ભળ્યા છે. ત્યાનાં પ્રાથમિક સુવિધાના કામો માટે બજેટમાં રૂ.72 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ આગામી વર્ષમાં મહાપાલિકા રૂ. 300 કરોડની જમીન વેચશે અને 175 કરોડની એફએસઆઈનું પણ વેચાણ કરશે તેવો અંદાજ મુકાયો છે. રાજકોટ શહેર ખરાઅર્થમાં ગ્રીન સીટી બને તે માટે વૃક્ષનાં સર્વે માટે જીયો ટેગીંગ કરવાનો નિર્ણય આ બજેટમાં લેવાયો છે. તો ખાસ ઇ-વહીકલની ખરીદી માટે રૂ. 5,000નું વળતર આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

મ્યુ. કમિશ્નરે જણાવ્યા મુજબ, રાજકોટ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામ મેળવી રહ્યું છે. ત્યારે શહેરમાં મેટ્રો સીટી જેવી સુવિધા આપવી એ તંત્ર માટે પડકાર છે. જોકે મનપા આ પડકારને પહોંચી વળશે તેવી આશાસાથે આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટમાં નવી ટી.પી. સ્કીમોનું ડેવલપમેન્ટ, માપણી તેમજ કાલાવડ રોડ, (ગૌરવ પથ), અમીન માર્ગ ઉપરાંત ત્રિકોણબાગથી માલવિયા ચોક સુધીનો રોડ વગેરે રસ્તાઓ લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ પહોંળા કરવા ઉપરાંત પ્રદ્યુમન પાર્ક ઝુમાં નવા પ્રાણીઓ લાવવા માટેની દરખાસ્ત મુકવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોરોના કાળને કારણે જ આવકનાં અંદાજો પુરા નહીં થતા રૂ. 600 કરોડની ખાધ આવી છે. ત્યારે આજે રજૂ કરાયેલા બજેટમાં આવકનો અંદાજ વધુ ઉંચો રાખવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે, મનપાએ મિલકત વેંચીને 175 કરોડ રૂપિયા ઉભા કરવાનો લક્ષ્યાંક મુક્યો છે. અને તેના આધારે વિકાસ કામોની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. ત્યારે આ મિલકતો નહીં વેંચાય તો શું? તેમજ ધારણા કરતા મિલકતોની કિંમત ઓછી ઉપજે તો શું? નાં કોઈ જવાબ હાલ બજેટમાં અપાયા નથી. ત્યારે સ્ટેન્ડિંગ કમિટી આ બજેટને મંજુર કરશે કે નહીં તેના પર સૌની મીટ મંડાયેલી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud