• શહેરની એસએનકે સ્કૂલ ખાતે ખ્યાતનામ ઉધોગપતિઓ અને સંતો દ્વારા એક કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું
  • જોકે ગઇકાલે 65 પૈકી માત્ર 9 મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ડેથ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવાયું
  • કોરોના પોઝીટીવ કેસોનો રેટ 6.07 ટકા થયો

 

Watchgujarat. શહેરમાં કોરોનાનાં સતત વધતા કહેર વચ્ચે છેલ્લા 24 કલાકમાં 72 દર્દીઓનાં કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. તો બપોર સુધીમાં નવા 121 પોઝીટીવ કેસ નોંધાયા છે. જો કે ચૌધરી ખાતે લાગતી એમ્બ્યુલન્સની લાઈનો દૂર થતાં લોકોએ થોડી રાહત અનુભવી છે. બીજીતરફ શહેરનાં દિગ્ગજોની જહેમતથી એસએનકે સ્કૂલ ખાતે ઓક્સિજન સાથે વધુ એક કોવિડ સેન્ટરનો પ્રારંભ થયો છે. જેમાં બધા દર્દીઓને સારવારની સાથે ભોજન પણ તદ્દન ફ્રીમાં આપવામાં આવનાર છે.

મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આજે બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ 121 નવા કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા 34,652 થઈ છે. કાલે રવિવારે 6,601 સેમ્પલ લેવાયા હતા.જેમાં 401  કેસ નોંધાતા પોઝિટિવિટી રેઇટ 6.07 ટકા થયો છે. જયારે 684 દર્દીઓે સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા. આજ દિવસ સુધીમાં મનપા દ્વારા 10.10 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે. જે પૈકી 34,652 પોઝીટીવ કેસ નોંધાતા જ કુલ પોઝિટિવ રેટ 3.42 ટકા થયો છે. જયારે શહેરમાં હાલ સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ 3,864 દર્દીઓ સારવાર હેઠળ છે.

રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.2નાં સવારનાં 8 વાગ્યાથી તા.3નાં સવારનાં 8 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં શહેર-જીલ્લાના 72 દર્દીઓએ દમ તોડી દીધો છે. જોકે ગઇકાલે 65 પૈકી માત્ર 9 મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ડેથ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવાયું છે. હાલમાં શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં 187 બેડ ખાલી છે. તો સંક્રમણને અટકાવવા શહેર – જિલ્લાનાં આરોગ્ય તંત્ર દ્વારા ટેસ્ટીંગ વધારવાની સાથે-સાથે કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે.

બીજીતરફ શહેરની એસએનકે સ્કૂલ ખાતે ખ્યાતનામ ઉધોગપતિઓ અને સંતો દ્વારા એક કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અહીં દાખલ થનાર દર્દીઓને સારવાર માટે એકપણ રૂપિયો ચૂકવવો નહીં પડે. સાથે જમવા અને દવા સહિતની સુવિધાઓ તદ્દન ફ્રી અપાશે હાલમાં ઓક્સિજનની સગવડ સાથેના 50 બેડ અહીં કાર્યરત કરાયા છે. આ બેડની સંખ્યા તબક્કાવાર 200 કરવામાં આવનાર છે. જોકે આ સેન્ટરમાં આઇસીયુની સુવિધા નહીં હોવાથી ગંભીર દર્દીઓને દાખલ કરવામાં આવશે નહીં. આ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં ખાસ TGES ના ડાયરેકટર કિરણ ભાલોડિયા, બિલ્ડર એસો. પ્રમુખ પરેશ ગજેરા, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસો. પ્રમુખ રમેશભાઇ ટિલાળા, BAPS ના અપૂર્વ મુનિ સ્વામી, જ્યોતિ સીએનસીનાં પરાક્રમસિંહ જાડેજા સહિતના અગ્રણીઓએ સહયોગ આપ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud