સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગમાં આવેલા વોર્ડ નં.11ને હાલ કોવિડ મેડીકલ વોર્ડ નં.2 બનાવવામાં આવ્યો છે
વોર્ડમાં ટ્યુબલાઈટના વાયરીંગમાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી
એક તબક્કે દર્દીઓના જીવ તાળવે ચોંટી ગયા
ઘટનાને પગલે સિવિલમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવેલા ફાયર ફાયટર સાથે ટીમ દોડી ગઈ
અગાઉ શહેરના મવડી વિસ્તારમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા હતા
WatchGujarat. સિવિલ હોસ્પિટલમાં જૂની બિલ્ડીંગમાં બનાવેલા કોરોના વોર્ડમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં ટ્યુબલાઈટનાં વાયરીંગમાં શોર્ટસર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈને થોડીવારમાં નાસભાગ મચી હતી. જો કે ફાયર વિભાગનો કાફલો સમયસર પહોંચી ગયો હતો. સાથે જ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી. અને આ વોર્ડમાં રહેલા 25 કરતા વધારે દર્દીઓને સલામત સ્થળે ખસેડી લેવાયા છે.
જાણવા મળતી વિગત અનુસાર સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગમાં આવેલા વોર્ડ નં.11ને હાલ કોવિડ મેડીકલ વોર્ડ નં.2 બનાવવામાં આવ્યો છે. અહીં અચાનક ટ્યુબલાઈટના વાયરીંગમાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવની જાણ થતાં જ સિવિલમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવેલા ફાયર ફાયટર સાથે ફાયર ટીમ દોડી ગઈ હતી. તેમજ ટ્યુબલાઈટનાં વાયરીંગમાં લાગેલી આગ ફાયર એસ્ટીગ્યુરાર દ્વારા જ બુઝાવી નાંખવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ સહિત ગુજરાતમાં અગાઉ પણ કોવિડ હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. જેમાં શહેરના મવડી વિસ્તારમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અંગેની તપાસ હાલ ચાલી રહી છે. જો કે સદનસીબે આજની આગમાં કોઈ મોટી દુર્ઘટના ઘટી નહોતી. પરંતુ એક તબક્કે દર્દીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા.