• કાઉન્સિલર ટીમ દ્વારા દર્દીઓ સાથે ખૂબ પ્રેમાળ તેમજ હૂંફાળી અને લાગણીસભર વાતચીત કરવામાં આવે છે
  • ટીમના ઉત્સાહને જોઇ દર્દી રોગ ભૂલી અને ભજન અને કીર્તન તેમજ ગરબામાં મગ્ન થઇ જતા નજરે પડે
  • કોરોના પોઝિટિવ હોવાનું સાંભળતા જ કેટલાક દર્દીના હૃદયના ધબકારા વધી જાય છે
  • કાઉન્સિલર ટીમના ઉત્સાહને જોઇ દર્દી રોગ ભૂલી અને ભજન અને કીર્તન તેમજ ગરબામાં મગ્ન થઇ ગયા

Watchgujarat. શહેરની યુનિવર્સિટી નજીક આવેલી સમરસ હોસ્ટેલમાં કોવિડ સેન્ટર ચાલી રહ્યું છે. જેમાં દર્દીઓને ઓક્સિજન સાથે સારવારની સાથે સંગીત થેરાપી પણ આપવામાં આવી રહી છે. જેમાં કાઉન્સલરની ટીમો દ્વારા દર્દીઓ રોગને ભૂલી અને ગીત-સંગીતમાં વ્યસ્ત રહે તે માટે ખાસ સેવા કરવામાં આવી રહી છે. જ્યાં આજે અમે ગુજરાતી લ્હેરી લાલા સોંગ પર સ્ટાફ સાથે દર્દીઓ ગરબે ઘૂમ્યા હતા. જેના વિડીયો પણ હાલમાં સામે આવ્યા છે.

વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કાઉન્સિલર ટીમ દ્વારા દર્દીઓ સાથે ખૂબ પ્રેમાળ તેમજ હૂંફાળી અને લાગણીસભર વાતચીત કરવામાં આવે છે. જેમાં એક રૂમમાં કાઉન્સિલર વૃદ્ધ દર્દીઓ પાસે ભજન કીર્તન કરતા અને ગરબે ઘૂમતા નજરે પડે છે. કાઉન્સિલર ટીમના ઉત્સાહને જોઇ દર્દી રોગ ભૂલી અને ભજન અને કીર્તન તેમજ ગરબામાં મગ્ન થઇ જતા નજરે પડે છે. આ સાથે જ કાઉન્સલરો દ્વારા દર્દીઓને તેમના પરિવારજનો સાથે વિડીયો કોલ દ્વારા પોઝિટિવ અને ઊર્જાસભર વાતચીત પણ કરાવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, હાલ દેશભરમાં ચાલી રહેલી આ કોરોનાની બીજી લહેર એટલી ઘાતક છે કે, કોરોના પોઝિટિવ હોવાનું સાંભળતા જ કેટલાક દર્દીના હૃદયના ધબકારા વધી જાય છે. ત્યારે દર્દીઓને કોઈ માનસિક તકલીફ ન પડે તે માટે ખાસ સંગીત થેરાપીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેને લઈને અહીંથી સારવાર લઈને રિકવર થનાર દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. જેને લઈને લોકો સમરસ હોસ્ટેલની કામગીરીની સરાહના કરી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud