• સૌરાષ્ટ્રનાં કુલ 11 જિલ્લામાં 24 કલાકમાં 228 નવા કેસ નોંધાયા
  • જૂનાગઢ સિવાયનાં જિલ્લાઓમાં સિગલ ડિજીટમાં કેસ નોંધાયા
  • એક મહિના પૂર્વે હોસ્પિટલમાં માત્ર 85 લોકો સારવાર લેતા હતા. અને કોવિડ સેન્ટરો બંધ કરવામાં આવ્યા હતા

WatchGujarat. દિવાળીનાં તહેવારો બાદ થયેલી ભીડ બાદ ચૂંટણી ટાણે સભાઓ, રેલીઓ, મેળાવડાંમાં નેતાઓના નિયમભંગ અને ભીડના દ્રશ્યો જોવા મળ્યા હતા. અને આ દરમિયાન લોકોએ પણ બિનજરૂરી છૂટછાટો લીધી હતી. જેના પરિણામે રાજકોટ કોરોનાનું એ.પી. સેન્ટર બની ચૂક્યું છે. અને સૌરાષ્ટ્ર-કચ્છ કરતા બમણા કેસ નોંધાયા છે. સૌરાષ્ટ્રનાં કુલ 11 જિલ્લામાં 24 કલાકમાં 228 નવા કેસ નોંધાયા છે. જેમાં માત્ર રાજકોટમાં જ 57 ટકા એટલે કે શહેરમાં 115 અને જિલ્લામાં 132 નવા પોઝીટીવ કેસો સામે આવ્યા છે. સાથે જ વધુ 2 દર્દીઓના મોત પણ નિપજ્યા છે. જોકે જામનગરમાં આજે કોરોનાએ રાહત આપી છે. છેલ્લા 24 કલાકમાં કેસમાં 50 ટકા ઘટાડો થયો છે. જૂનાગઢ સિવાયનાં જિલ્લાઓમાં સિગલ ડિજીટમાં કેસ નોંધાયા છે.

રાજકોટમાં એક જ માસમાં દૈનિક કોરોના કેસો વધીને 4 ગણા થઈ ગયા છે. સત્તાવાર આંકડા મૂજબ તારીખ 19 ફેબ્રુઆરીએ (મતદાન પૂર્વે) રાજકોટમાં 15805 કેસો હતા. જે 10 ટકાથી વધુનાં વધારા સાથે 17367 થયા છે. એટલું જ નહીં 98.50 ટકા સુધી પહોંચેલો રિકવરી રેઈટ ઘટીને 97.11 થયો છે. એક મહિના પૂર્વે હોસ્પિટલમાં માત્ર 85 લોકો સારવાર લેતા હતા. અને કોવિડ સેન્ટરો બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ આજે મહિનામાં જ આ સંખ્યા ચાર ગણી વધીને 370 સુધી પહોંચી ચુકી છે. પહેલા કરતા ટેસ્ટની સંખ્યા વધારાતા હજુ આ આંકડો ઘણો વધવાની શક્યતાને પણ નકારી શકાય તેમ નથી.

સૌરાષ્ટ્રનાં અન્ય શહેરોની વાત કરીએ તો જૂનાગઢમાં 11 અને માણાવદરમાં 1 મળીને કુલ 12 કેસ નોંધાયા હતા. જયારે નવ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લામાં કેસમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. આજે 9 કેસ નોંધાયા છે જયારે 4 ને રજા આપવામાં આવી છે. મોરબી જિલ્લામાં નવા 5 કેસ આવ્યા છે. વાંકાનેરમાં વધુ 2 કેસ, ગીર સોમનાથમાં 3 કેસ, સુરેન્દ્રનગરમાં 4 અને ભાવનગરમાં 32 વધુ કેસ નોંધાયા છે. પોરબંદરમાં 315 લોકોનાં ટેસ્ટ કરવામાં આવતા 52 દિવસ બાદ 1 કેસ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં એક દિવસમાં 228 નવા કેસની સામે 141 દર્દીઓને સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાને કંટ્રોલમાં લેવા માટે ખાસ વેક્સીનેશન વધારવું, માસ્ક-ડિસ્ટન્સની અમલવારી નેતાઆથી જ શરુ કરવી, કોરોના રાત્રિના આવે તેવું નથી, તે સાદી સમજણ સ્વીકારી કર્ફ્યુને બદલે ટોળા ઘટાડવા, બહારથી આવતા લોકોના ટેસ્ટિંગમાં ખાસ વધારો કરવો, ઉપરાંત સિવિલ અને આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફ-સુવિધાઓ વધારી પોઝીટીવ દર્દી સુધી વહેલામાં વહેલી તકે પહોંચી સંક્રમણ રોકી શકશે. બાકી રાત્રી કરફ્યુની કલાકો વધારવાથી કોરોનાને રોકવામાં કોઈ ખાસ મદદ મળવાની શક્યતા નહીંવત હોવાનું અનેક જાણકારો પણ સ્વીકારી રહ્યા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud