• પોષ ગણાતા સાધુ વાસવાણી રોડ પરના કોપર હાઇટ્સમાં 10 લોકો કોરોના પોઝીટીવ આવત તંત્ર દોડ્યું
  • સંક્રમણ સામેના સાવચેતીના પગલાં રૂપે આવતીકાલ 20 માર્ચથી શહેરના તમામ બાગ બગીચા અને પ્રાણી સંગ્રહાલય (ઝૂ) બંધ
  • હાલ 324 કોરોના પોઝીટીવ દર્દી સારવાર હેઠળ છે

WatchGujarat. શહેરમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. આજે સાધુ વાસવાણી રોડ પરનાં કોપર હાઇટ્સમાં એકસાથે 3 પરિવારના 10 સભ્યોનાં રિપોર્ટ પોઝીટીવ આવતા નાયબ આરોગ્ય અધિકારી સહિતનો કાફલો દોડી ગયો હતો. અને એપાર્ટમેન્ટમાં રહેતા બધા લોકોનું ટેસ્ટિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ સરકારના આદેશ મુજબ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. એટલુ જ નહીં શહેરનાં તમામ બાગ બગીચા બંધ કરવાનો મહત્વનો નિર્ણય મનપા તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.

આજે શહેરનાં પોષ વિસ્તાર ગણાતા સાધુ વાસવાણી રોડ પરના કોપર હાઇટ્સમાં જુદા-જુદા ત્રણ પરિવારનાં 10 લોકોનો રિપોર્ટ પણ કોરોના પોઝીટીવ હોવાનું સામે આવતા નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ અને ટીમ પહોંચી ગઈ હતી. મનપાની આરોગ્ય ટીમ દ્વારા 140 ફ્લેટ ધારકોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં 16 માર્ચે પ્રથમ કેસ નોંધાયો હતો. બપોરે આ અંગે કોર્પોરેશન સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવશે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં ફરી બે દર્દીઓનાં કોરોનાથી મોત નિપજ્યાનું પણ જાણવા મળ્યું છે.

શહેરમાં સતત વધતા સંક્રમણને અટકાવવા માટે ખાસ આવતીકાલથી શહેરના તમામ બાગ-બગીચા ઉપરાંત પ્રાણી સંગ્રહાલય અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોર્પોરેશનની યાદીમાં આ અંગે જણાવ્યા મુજબ કાલથી જ રેસકોર્સ, ઇશ્વરિયા પાર્ક, આજીડેમ સહિતના તમામ બાગ-બગીચા અને પ્રધ્યુમન પ્રાણી સંગ્રહાલય કાલથી અચોક્કસ મુદ્દત સુધી બંધ કરવામાં આવશે.

મનપાની જાહેરાતમાં જણાવ્યું છે કે, કોરોના વાયરસ સંક્રમણ સામેના સાવચેતીના પગલાં રૂપે આવતીકાલ 20 માર્ચથી શહેરના તમામ બાગ બગીચા અને પ્રાણી સંગ્રહાલય (ઝૂ) બંધ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી સમયમાં સરકાર દ્વારા નવી સૂચના ન આવે ત્યાં સુધી બાગ બગીચા અને પ્રાણી સંગ્રહાલય બંધ રાખવામાં આવશે. સાથોસાથ શહેરીજનોને પણ બાગ બગીચાઓમાં પ્રવેશ ન કરવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, હાલ શહેરમાં કુલ પોઝીટીવ કેસની સંખ્યા 17,252 પર પહોંચી છે. જો કે હાલ 324 દર્દી સારવાર હેઠળ છે. ગુરૂવારે 67 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાત્રી કર્ફ્યૂ શરૂ થયાના દસ જ મિનિટ બાદ જ પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી જરૂરી કામ વગર બહાર નીકળેલા 64 લોકો સામે જાહેરનામાનો ભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud