- સરકારની ગાઈડલાઈન મુજબ દેશમાં 4 રાજ્યની કોરોના વેક્સીનના ડ્રાયરન માટે પસંદગી કરાઈ
- શહેરમાં સ્ટર્લિંગ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ, શેઠ હાઈસ્કૂલ, શાળા નંબર 32 અને શ્યામનગર અર્બન હેલ્થ સેન્ટરમાં મંગળવારે કોરોના વેક્સિનનું ડ્રાય રન યોજાશે
WatchGujarat. કોરોના વેક્સિનની ડ્રાય રન માટે રાજ્યમાં રાજકોટની પસંદગી થઈ છે. રાજકોટ મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. શહેરમાં સ્ટર્લિંગ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ, શેઠ હાઈસ્કૂલ, શાળા નંબર 32 અને શ્યામનગર અર્બન હેલ્થ સેન્ટરમાં મંગળવારે કોરોના વેક્સિનનું ડ્રાય રન યોજાશે. સોમવારે તમામ હેલ્થ વર્કરોને ટ્રનિંગ આપવામાં આવી હતી.#Rajkot
રાજકોટમાં પાંચ જગ્યાએ વેક્સિન ડ્રાય રન કરવામાં આવશે : નાયબ આરોગ્ય અધિકારી
મનપાના આરોગ્ય વિભાગના નાયબ આરોગ્ય અધિકારી પી.પી. રાઠોડે જણાવ્યું હતું કે, સરકારની ગાઈડલાઈન મુજબ દેશમાં 4 રાજ્યની પસંદગી કરાઈ છે. તેમાં ગુજરાતની પણ પસંદગી કરાઈ છે અને રાજકોટનો પણ સમાવેશ થાય છે. કોરોના વેક્સિનની ડ્રાય રનનું મંગળવારે યોજાશે. સોમવારે શ્યામનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે તૈયારી કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં આવી પાંચ જગ્યાએ ડ્રાય રન કાલે થશે.#Rajkot
વેક્સિનેશનમાં કેટલો સમય લાગશે તે કાલે ખબર પડશેઃ પી.પી. રાઠોડ
પી.પી. રાઠોડે વધુમાં ઉમેર્યું હતું કે, લાભાર્થીને મેસેજથી જાણ કરાશે. બાદમાં વેઇટિંગ રૂમમાં તેનું ફોટો આઇડી અને એપમાં ચકાસણી થશે. ત્યારબાદ તેને વેક્સિનેશન રૂમમાં તેનું વેક્સિનેશન કરવામાં આવશે. બાદમાં ઓબ્ઝર્વેશન રૂમમાં તેને 30 મિનીટ સુધી રાખવામાં આવશે. આથી આ સમયગાળામાં તેને કોઈ તકલીફ થાય તો જાણી શકાય. આ કામગીરીમાં અમારો 250 જેટલો સ્ટાફ કામે લાગ્યો છે.