• ક્યાં વિસ્તારમાં કંઈ રીતે કામગીરી કરવી તેનું પ્લાનિંગ હાલ ચાલી રહ્યું છે – રેમ્યા મોહન
  • શહેર અને જિલ્લાનાં તમામ પશુ દવાખાના તેમજ પોલટરી ફાર્મ પર નજર રાખવા વન વિભાગને સૂચનાઓ આપવામાં આવ્યા

#Rajkot - 16 જાન્યુઆરીથી વેકસીનેશન માટે વહીવટી તંત્ર સજ્જ, બર્ડ ફલૂને લઈને પણ એલર્ટ પર છીએ : કલેક્ટર

WatchGujarat. કેન્દ્ર અને રાજ્ય સરકારે 16 જાન્યુઆરીથી વેકસીનેશન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેર તેમજ જિલ્લામાં રસીકરણની તૈયારીઓને લઈને જિલ્લા કલેક્ટરે મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તંત્ર વેક્સીનેશન માટે સંપૂર્ણપણે સજ્જ છે. જો કે ક્યાં વિસ્તારમાં કંઈ રીતે કામગીરી કરવી તેનું પ્લાનિંગ હાલ ચાલી રહ્યું છે. આજે આ રોલઆઉટ થઈ ગયા બાદ રાજ્ય સરકાર તરફથી સૂચના મળ્યા બાદ તરત જ એ પ્રમાણે ગોઠવણ કરી લેવામાં આવશે.

બર્ડ ફલૂ અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, જુનાગઢ વિસ્તારમાં બર્ડ ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા અહીં પણ તંત્ર એલર્ટ મોડમાં છે. વોલિન્ટીયર્સ અને લોકોને પણ કાળજી રાખવાની સૂચનાઓ અપાઈ છે. ગોંડલ શિવરાજગઢ ગામ નજીકથી 8 ટીટોડી મૃત હાલતમાં મળી આવી હતી. જેમાં બર્ડ ફલૂની આશંકને લઈને તેના રિપોર્ટ પણ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. #વેકસીનેશન

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શહેર અને જિલ્લાનાં તમામ પશુ દવાખાના તેમજ પોલટરી ફાર્મ પર નજર રાખવા વન વિભાગને સૂચનાઓ આપવામાં આવી છે. તેમજ રાજકોટ જિલ્લામાં કોઈપણ સ્થળે મૃત પક્ષી મળે તો વન વિભાગને જાણ કરવાની અપીલ તેમણે કરી છે. સાથે જ વહીવટી તંત્ર મહાનગરપાલિકા સાથે પણ સતત સંપર્કમાં છે. જે અંતર્ગત શનિવારે જ બર્ડ ફ્લૂને ધ્યાને લઇ મનપા દ્વારા પ્રદ્યુમન પાર્કમાં આવેલું પક્ષીઘર બંધ કરાયું હોવાનું તેમણે કહ્યું હતું.

More #વેકસીનેશન #Covid #vaccine #preparedness #bird #flu #alert #Rajkot news #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud