• વધતા જતા લાકડાના ઉપયોગ સામે સામાજિક સંસ્થાના આગેવાનો દ્વારા લોકોને ગોબરની સ્ટીકનો અંતિમ વિધિમાં ઉપયોગ કરવાની હાકલ કરાઇ
  • હોળીની માફક લોકો ગોબરની સ્ટિકનો ઉપયોગ અંતિમ વિધિ માટે કરે તે જરૂરી – સામાજિક સંસ્થાના અગ્રણી દિલીપ સખીયા
  • ગોબર સ્ટીકના કારણે અંતિમવિધિમાં ઉપયોગમાં લેવાતા લાકડાનો બચાવ શક્ય

WatchGujarat. દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અને પ્રતિદિન હજારોની સંખ્યામાં કોરોનાનાં દર્દીઓનાં મૃત્યું થઈ રહ્યા છે. જે તમામની અંતિમવિધિ ઇલેક્ટ્રિક, ગેસ અથવા તો લાકડાના ઉપયોગ દ્વારા કરવામાં આવે છે. ત્યારે વધતા જતા લાકડાના ઉપયોગને ટાળવા માટે રાજકોટની સામાજીક સંસ્થાએ નવતર પ્રયોગ શરૂ કર્યો છે. જેમાં પર્યાવરણને બચાવવા માટે ગાયના છાણથી બનાવેલી સ્ટીકનો ઉપયોગ અંતિમ વિધિ માટે કરવાની હાકલ કરવામાં આવી છે. જે બાદ અનેક લોકોએ આ સ્ટિકનો ઉપયોગ શરૂ કરી દીધો છે.

રાજકોટ શહેરમાં હાલ ચાર જેટલા સ્મશાનો કોરોના દર્દીઓના મૃત્યુ થતા તેની અંતિમ ક્રિયા માટે અનામત રાખવામાં આવ્યા છે. તો નોન કોવીડ દર્દીઓની અંતિમ ક્રિયા માટે પણ હાલ સ્મશાનમાં વેઇટિંગ જોવા મળી રહ્યું છે. સતત અંતિમ ક્રિયાઓના કારણે ઇલેક્ટ્રિક – ગેસ આધારિત સ્મશાનોમાં ચિમનીઓ બળી ચૂકી છે. તો લાકડાનો ઉપયોગ પણ બહોળા પ્રમાણમાં વધ્યો છે. ત્યારે વધતા જતા લાકડાના ઉપયોગ સામે સામાજિક સંસ્થાના આગેવાનો દ્વારા લોકોને ગોબરની સ્ટીકનો અંતિમ વિધિમાં ઉપયોગ કરવાની હાકલ થઈ છે.

સામાજિક સંસ્થાના અગ્રણી દિલીપ સખીયાએ કહ્યું હતું કે, હાલ સંસ્થા દ્વારા કરવામાં આવેલી આ હાકલને લોકોનું સમર્થન મળી રહ્યું છે અને તેના જ કારણે લોકો પોતાના સ્વજનોની અંતિમવિધિ માટે હવે લાકડા કરતા ગોબર સ્ટીકનો પ્રમાણમાં વધુ ઉપયોગ કરતા થઈ ગયા છે. લાકડાના વધુ ઉપયોગના કારણે વાતાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે. અને પ્રાણવાયુની અછત પ્રતિદિન સર્જાઇ રહી છે. ત્યારે હોળીની માફક લોકો ગોબરની સ્ટિકનો ઉપયોગ અંતિમ વિધિ માટે કરે તે જરૂરી છે. અમારી સામાજિક સંસ્થા દ્વારા રૂપિયા 10માં કિલોની સ્ટિક સ્મશાન સુધી પહોંચતી કરવામાં આવે છે. જેનાથી જે ગાયે દૂધ આપવાનું બંધ કર્યું છે તેનો પણ નિભાવ થાય છે અને પર્યાવરણ પણ બચે છે. ત્યારે લોકો જેટલા પ્રમાણમાં ગોબરની સ્ટિક ખરીદશે તેટલા પ્રમાણમાં ગાયોનો નિભાવ ખર્ચ ગૌશાળાના સંચાલકોને ઓછો થશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud