• મેડિકલ કોલેજ લોબીમાં વેન્ટિલેટરો ધૂળ ખાઇ રહ્યા છે – ગાયત્રીબા વાઘેલા
  • જુના ધમણ વેન્ટિલેટર બાયપેપ પ્રકારની સારવારની જરૂર ન હોય તેવા દર્દીઓ માટે અનામત રાખવામાં આવ્યા
  • પ્રથમ ફેઈઝમાં સિવિલ કોવીડ હોસ્પિટલને ધમણ-1 અપાયા હતા. જેના દ્વારા ઓક્સિજનની જરૂરિયાત સાથેનાં ગંભીર દર્દીઓની સારવાર કરાતી હતી – સિવિલ સુપરિટેનડેન્ટ

Watchgujarat. શહેરમાં વધી રહેલા કોરોના સંક્ર્મણને લઈ હાલ ઓક્સિજન તાજ વેન્ટિલેટરની અછત વર્તાઈ રહી છે. ત્યારે કોંગ્રેસ મહિલા પ્રમુખે સિવિલ હોસ્પિટલમાં જ 100થી વધુ વેન્ટિલેટર ધૂળ ખાતા હોવાનો ધડાકો કર્યો છે. આજરોજ પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા હોસ્પિટલે પહોંચ્યા હતા. જ્યાં તેણે વેન્ટિલેટર મેડિકલ કોલેજમાં ભંગાર હાલતમાં હોવાનો પર્દાફાશ કર્યો હતો. સાથે જ આ વેન્ટિલેટરોને દર્દીનાં ઉપયોગમાં લેવા રજૂઆત કરી હતી. તેમજ રાજકોટ કા બેટા અને ગુજરાત કા નેતા રૂપાણીનાં હોમટાઉનમાં લોલમલોલ ચાલતું હોવાનો સણસણતો આક્ષેપ કર્યો હતો. જો કે સુપરિટેનડેન્ટ દ્વારા હાલમાં ધમણ-3 કાર્યરત હોવાનો લુલો બચાવ કરવામાં આવ્યો હતો.

ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, મેડિકલ કોલેજ લોબીમાં વેન્ટિલેટરો ધૂળ ખાતા હોવાની માહિતી અમને મળી હતી. જેને લઈને સુપરિટેનડેન્ટ સાથે વાત કરતા તેમણે પણ આ બાબતનો સ્વીકાર કર્યો હતો. 15-20 દિવસ અગાઉ સિવિલ હોસ્પિટલને ફાળવવામાં આવેલ આ વેન્ટિલેટરો હાલ મેડિકલ કોલેજની લોબી તેમજ રૂમોમાં ધૂળ ખાય છે, બીજીતરફ વેન્ટિલેટરનાં અભાવે દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. હાલ લોકોને ઓક્સિજન-ઇન્જેક્શન તેમજ દવાઓ મળતી નથી. અને વેન્ટિલેટર બેડની અછત છે. ત્યારે આ વેન્ટિલેટરનો સદુપયોગ કરવો જોઈએ. પરંતુ સરકાર અને આરોગ્ય તંત્ર વામણું પુરવાર થયુ છે. રાજકોટ કા બેટા અને ગુજરાત કા નેતા રૂપાણીનાં હોમટાઉનમાં જો આવી સ્થિતિ છે તો રાજ્યનાં અન્ય વિસ્તારોમાં કેવી હાલત હશે ?

વધુમાં તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કોરોના દર્દીઓ માટે વેન્ટીલેટર મશીનોની ફાળવણી કરવામાં આવી હતી. જે ધૂળ ખાતા નજરે પડ્યા છે. એકતરફ ગુજરાતમાં વેન્ટિલેટર બેડની  અછત જોવા મળી રહી છે. અને કોરોનાનાં દર્દીઓ એક એક શ્વાસ લેવા માટે વલખાં મારી રહ્યા છે. ત્યારે બીજી તરફ ત્યારે સીવીલ હોસ્પિટલમાં વેન્ટિલેટર ધુળ ખાય છે. ત્યારે જો આ વેન્ટિલેટર ચાલુ હોય તો તેને ત્વરિત ઉપયોગમાં લેવા જોઈએ. અને જો બંધ હોય તો તાત્કાલિક રીપેરીંગ કરાવીને પણ શરૂ કરવામાં આવે તો ઘણા દર્દીઓને   જીવન મળી શકે છે.

સમગ્ર મામલે સિવિલ સુપરિટેનડેન્ટે જણાવ્યું હતું કે, કોરોનાના પ્રથમ ફેઈઝમાં સિવિલ કોવીડ હોસ્પિટલને ધમણ-1 અપાયા હતા. જેના દ્વારા ઓક્સિજનની જરૂરિયાત સાથેનાં ગંભીર દર્દીઓની સારવાર કરાતી હતી. પરંતુ હાલ તેનું એડવાન્સ વર્ઝન ધમણ-3 આવી જતા તેના પર હવે જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર કરવામાં આવશે. ICU માં બાયપેપ દ્વારા કરાતી સારવારમાં આ નવા વેન્ટિલેરની ગરજ સારે છે. હાલ જુના ધમણ વેન્ટિલેટર બાયપેપ પ્રકારની સારવારની જરૂર ન હોય તેવા દર્દીઓ માટે અનામત રાખવામાં આવ્યા છે. સાથે જ પૂરતી માત્રામાં ICU માં વેન્ટિલેર બેડ તેમજ બાયપેપ ઉપલબ્ધ હોવાનો લુલો બચાવ તેમણે કર્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud