WatchGujart. ગુજરાતમાં આજે ભાજપ દ્વારા જિલ્લા પંચાયતનાં ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટમાં પણ જિલ્લા પંચાયતનાં 36 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આ સાથે જ પંડિત દીનદયાળ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ આપી એલઇડી સ્ક્રીન વાળા ખાસ રથ દ્વારા પ્રચાર શરૂ કરાયો છે. બીજેપીનાં ઉમેદવારોમાં કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપમાં જોડાનાર નિલેશ વિરાણીને ટિકિટનું ઇનામ આપવામાં આવતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. કારણ કે, નિલેશ વિરાણી કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં પ્રમુખ રહી ચૂક્યા છે.

જિલ્લા પંચાયતનાં ભાજપનાં ઉમેદવારોની યાદી

આણંદપર – પૂજાબેન દેવજીભાઈ કોરડીયા

આટકોટ –  દક્ષાબેન પરેશભાઈ રાદડીયા

બેડી – સુમિતાબેન રાજેશભાઈ ચાવડા

બેડલા – સવિતાબેન ભરતભાઈ ગોહેલ

ભાડલા – મુકેશભાઈ નાથાભાઈ મેર

ભડલી – વાલીબેન કાળુભાઈ તલાવડીયા

બોરડી – ભૂપતભાઈ કડવા ભાઈ સોલંકી

ચરખડી – અમૃતભાઇ મકવાણા

દડવી – કંચનબેન બગડા

દેરડી –  રાજેશભાઈ ડાંગર

ડુમીયાણી – જાહી બેન સુવા

જામકંડોરણા – જ્યોત્સનાબેન પાનસુરીયા

કમળાપુર – રામભાઈ સાકરીયા

કસ્તુરબાધામ – ભુપત બોદર

કોલીથડ – સહદેવસિંહ જાડેજા

કોલકી – જેન્તીભાઈ બરોચિયા

કોટડાસાંગાણી – શૈલેષભાઈ વઘાસિયા

કુવાડવા – પ્રવિણાબેન રંગાણી

લોધીકા – મોહનભાઈ દાફડા

મોટીમારડ – વિરલભાઇ પનારા

મોવિયા – લીલાવંતી બેન ઠુંમર

પડધરી – મનોજભાઈ પેઢડિયા

મોટી પાનેલી – જયશ્રીબેન ગેડીયા

પારડી – અલ્પાબેન તોગડીયા

પેઢલા – ભાવનાબેન બાંભરોલીયા

પીપરડી – સવિતાબેન વાછાણી

સાણથલી – નિર્મળાબેન ભુવા

સરપદળ – સુમાબેન લુણાગરિયા

સરધાર – નિલેશ વિરાણી

શિવરાજગઢ – શૈલેષભાઈ ડોબરીયા

શિવરાજપુર – હિંમતભાઈ ડાભી

સુપેડી – ભાનુબેન બાબરીયા

થાણાગાલોળ – પ્રવીણભાઈ ક્યાડા

વેરાવળ – ગીતાબેન ટીલાળા

વિછીયા – નીતિનભાઈ રોજાસરા

વીરપુર – અશ્વિનાબેન ડોબરીયા

ભાજપ દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ અપાઈ

આજરોજ પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિતે ભાજપ દ્વારા ઠેર-ઠેર શ્રદ્ધાંજલિ આપી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે રાજકોટનાં આજીડેમ ખાતે ભાજપનાં ઉમેદવારો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. અને સીએમ રૂપાણીની વર્ચ્યુઅલ હાજરીમાં લોકસેવાનો સંકલ્પ પણ લીધો હતો. તેમજ આ કાર્યક્રમ બાદ ઉમેદવારોએ તેના વોર્ડમાં પ્રચારની શરૂઆત કરી છે.

શહેરના તમામ 18 વોર્ડમાં એલઇડી સ્ક્રીનવાળા રથ સાથે ભાજપનો પ્રચાર શરૂ

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ડિજિટલ પ્રચાર શરૂ કરાયો છે. જેમાં તમામ 18 વોર્ડમાં એલઇડી સ્ક્રીનવાળો ડિજિટલ રથ ફેરવવામાં આવશે. અને તેના દ્વારા રાજકોટ મપના, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ કામો વીડિયો ક્લિપ દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવશે. હાલ પ્રાથમિક તબક્કે એક વોર્ડમાં એક રથ મળી કુલ 18 રથ તૈયાર કરવામાં આવ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud