ગોંડલ શ્યામવાડી પાસે વૃદ્ધા રિક્ષામાંથી બેભાન હાલતમાં નીચે પડી ગયા
કોરોનાનાં ડરે કોઈપણ આ વૃદ્ધાની મદદ કરવા તૈયાર થયું નહોતું
વૃદ્ધાનો જીવ બચાવવાનો હોવાથી આ તકે તેઓએ કોરોના સહિતનું બધું ભૂલીને આ કામ કર્યું - ડોક્ટર હિતેશ કાલરીયા
WatchGujarat. હાલ એકતરફ કોરોનાને લઈને લોકો ભયનાં કારણે માનવતા ભૂલી રહ્યા હોવાનું ઠેર-ઠેર જોવા મળી રહ્યું છે. ત્યારે એક ડોક્ટરની દિલેરીની ઘટના પણ સામે આવી છે. ગોંડલ ખાતે એક વૃદ્ધાની તબિયત લથડતા અને તાત્કાલિક એમ્બ્યુલન્સ આવી શકે તેમ ન હોઈ આ ડોક્ટરે જાતે લારી ચલાવી વૃદ્ધાને હોસ્પિટલ સુધી પહોંચાડ્યા હતા. ડોક્ટરનાં આ પગલાએ આજે પણ માનવતા જીવિત હોવાનું સાબિત કરતા લોકો તેઓની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. સમગ્ર ઘટનાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે..
https://youtu.be/2qNALlDS_Fk
જાણવા મળતી વિગત મુજબ, ગોંડલ શ્યામવાડી પાસે વૃદ્ધા રિક્ષામાંથી બેભાન હાલતમાં નીચે પડી ગયા હતા. આ દ્રશ્યો જોઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જો કે કોરોનાનાં ડરે કોઈપણ આ વૃદ્ધાની મદદ કરવા તૈયાર થયું નહોતું. ત્યારે નજીકમાં ગાયનેક તરીકે પ્રેક્ટિસ કરતા એક ડોક્ટર ત્યાં પડેલી રેંકડીને લઈને પહોંચી ગયા હતા. અને જાતે વૃદ્ધાને રેકડીમાં સુવડાવી નજીકની હોસ્પિટલ ખાતે ખસેડ્યાં હતા. ડોક્ટરે રેકડી ચલાવીને માનવતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.
ડોક્ટર હિતેશ કાલરીયાનાં જણાવ્યા મુજબ, રિક્ષામાં બેસવા જતા જ આ વૃદ્ધા અશક્તિને કારણે અચાનક પડી ગયા હતા. વૃદ્ધાનું શરીર હેવી હોવાને કારણે તેમને રિક્ષામાં લઈ જવા લગભગ અશક્ય હતા. અને હાલના સંજોગોમાં 108 એમ્બ્યુલન્સ આવતા કલાકોનો સમય લાગે તેમ હોવાથી તેમણે નજીકમાં પડેલી નાળિયેરની એક રેંકડીની મદદથી વૃદ્ધાને સમયસર હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. તેમનો ઉદ્દેશ એકમાત્ર વૃદ્ધાનો જીવ બચાવવાનો હોવાથી આ તકે તેઓએ કોરોના સહિતનું બધું ભૂલીને આ કામ કર્યું હોવાનું પણ તેમણે કહ્યું હતું.