કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયાએ કોરોનાની દવા છે તેમ કહી દિકરા અંકિત લાબડીયા તથા દીકરી કૃપાલી લાબડીયાને ઝેરી દવા પીવડાવી
સ્યુસાઇડ નોટના આધારે ગુનો નોંધી એડવોકેટ વોરા અને દિલીપ કોરાટ વિરુદ્ધ ગુનો નોંધી દિલીપ કોરાટની ધરપકડ કરી ફરાર એડવોકેટને પકડી પાડવા તજવીજ હાથ ધરી
રાજ્યસભાનાં સાંસદ રામ મોકરિયાની ઉગ્ર રજુઆત બાદ પોલીસ હરકતમાં આવી
WatchGujarat. શહેરનાં નાનામૌવા રોડ પર એક સામુહિક આપઘાતની ઘટના સામે આવી હતી. જેમાં પિતાએ કોરોનાની દવા હોવાનું કહી પુત્ર-પુત્રીને ઝેરી દવા આપી પોતે પણ ગટગટાવી લેતા ત્રણેયને સારવારમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન સૌપ્રથમ પુત્ર ત્યારબાદ પિતા અને હવે પુત્રીનું પણ મોત નિપજ્યું છે. આજે મધર્સ ડેનાં દિવસે જ માતાને દીકરીનો મૃતદેહ મળતા આક્રંદ છવાયો છે. બીજીતરફ પોલીસે આ મામલામાં સંડોવાયેલા એક આરોપીને ઝડપી લઈ અન્યને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
શહેરના શિવમપાર્ક વિસ્તારમાં વિપ્ર પરિવાર સામુહિક ઝેરી દવા પીવાના ચકચારી બનાવમાં પિતા-પુત્ર બાદ આજે પુત્રીએ પણ સારવાર દરમિયાન દમ તોડ્યો છે. સમગ્ર મામલે પોલીસે સ્યુસાઇડ નોટના આધારે ગુનો નોંધી એડવોકેટ વોરા અને દિલીપ કોરાટ વિરુદ્ધ ગુનો નોંધી દિલીપ કોરાટની ધરપકડ કરી ફરાર એડવોકેટને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ગત તારીખ 3 મેના રોજ શહેરના નાનામૌવા રોડ પર આવેલા શીવમ પાર્ક ખાતે કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયાએ કોરોનાની દવા છે તેમ કહી દિકરા અંકિત લાબડીયા તથા દીકરી કૃપાલી લાબડીયાને ઝેરી દવા પીવડાવી હતી. બાદમાં પોતે પણ આ દવા પી લેતા ત્રણેયને સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા. જતા સૌપ્રથમ પુત્ર અંકિત કમલેશભાઇ લાબડીયાનું મૃત્યુ થયું હતું. બાદમાં બીજા દિવસે પિતા કમલેશ લાબડીયા પણ મૃત્યુ પામ્યા હતા. જ્યારે આજે સારવાર દરમિયાન પુત્રી કૃપાલીનું પણ મોત નીપજતા પરિવાર વેર-વિખેર થઇ ગયો છે. અને આજે મધર્સ ડેના દિવસે જ માતાને તેમની યુવાન દીકરીનો મૃતદેહ જોવાનો વખત આવ્યો છે.
રાજ્યસભાનાં સાંસદ રામ મોકરિયાની ઉગ્ર રજુઆત બાદ પોલીસ હરકતમાં આવી હતી. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ગંભીરતાથી નોંધ લઇ ગુનો રજીસ્ટર કરવાની સુચના આપી હતી. જેથી કમલેશભાઇની સ્યુસાઇડ નોટ કબ્જે કરી આરોપી દિલીપ કોરાટ અને એડ્વોકેટ વોરા સામે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી. જેમાં ગઇકાલે અમદાવાદ હાઇવે પરથી આરોપી દિલીપ કોરાટને પોલીસે ઝડપી લીધો છે. જ્યારે આ ગુનામાં ફરાર આરોપી એડવોકેટ વોરાને પકડી પાડવા શોધખોળ કરવામાં આવી રહી છે.