• 28 અને 29 ડિસેમ્બર ના રોજ અમિતાભ બચ્ચન સાથે કોણ બનેગા કરોડપતિ ની રમતોમાં જોવા મળશે.
  • ઋષિસર પણ એન્જીનીયર છે અને ગોંડલમાં ઈંગ્લીશ મિડીયમ તેમજ ગુજરાતી મીડીયમ ના પ્રખ્યાત ટ્યૂશન ક્લાસીસ ચલાવે છે તેમની પ્રેરણા થી KBC માં જવા માટે ભાણેજ જુગલને સતત પ્રોત્સાહન પૂરેપૂરું મળ્યુ છે.

જુગલ ભટ્ટ આજે અમિતાભ બચ્ચન સાથે KBC માં હોટસીટ પર દેખાશે

WatchGujarat. ગોંડલ ના 24 વર્ષીય યુવાન જુગલ ભટ્ટને કોણ બનેગા કરોડપતિ માં હોટ સીટ પર બેસવાનો અવસર પ્રાપ્ત થયો છે. જે 28 અને 29 ડિસેમ્બર ના રોજ અમિતાભ બચ્ચન સાથે કોણ બનેગા કરોડપતિ ની રમતોમાં જોવા મળશે.

ગોંડલમાં રહેતા અને કોમ્પુટર ઈજનેર જુગલને અમિતાભ બચ્ચન સામે બેસી ને કરોડપતિ શૉ માં રમવાનો મોકો મળ્યો છે.
જુગલ ભટ્ટ KBC ની 12 મી સીઝનમાં 8 થી 10 જેટલી KBCના નીયમ મુજબની વિવિધ પરીક્ષાઓ માં પણ અવ્વલ આવી ફાસ્ટેસ્ટ ફિંગર ફસ્ટ માં પણ સિલેક્ટ થઈ ગયો અને તેમની કાબેલિયત થી હોટ સુધી પહોંચી લાખો ની રકમ જીતવા નો મોકો મળ્યો હતો .

જુગલ પહેલે થી જ ભણવામાં હોશિયાર હોઈ ગોંડલ ની સેન્ટ મેરીઝ સ્કૂલ માં અભ્યાસ કરી હંમેશા અવ્વલ રહેતો તેમની આ કાબેલિયત અને સિધ્ઘીને તેમના મામા ઋષિભાઈ વ્યાસ (રૂષી સર કાર્ઈસ્ટ કલાસીસ ગોંડલ એ આપ્યું છે. ઋષિસર પણ એન્જીનીયર છે અને ગોંડલમાં ઈંગ્લીશ મિડીયમ તેમજ ગુજરાતી મીડીયમ ના પ્રખ્યાત ટ્યૂશન ક્લાસીસ ચલાવે છે તેમની પ્રેરણા થી KBC માં જવા માટે ભાણેજ જુગલને સતત પ્રોત્સાહન પૂરેપૂરું મળ્યુ છે.

જુગલ ભટ્ટ કોમ્પ્યુટર એન્જિનીયર (બી.ઈ) નો અભ્યાસ હાલ પૂર્ણ કરી ચુક્યા છે અને આગળ ડેટા સાયન્સ નો અભ્યાસ કરી માસ્ટર ડિગ્રી મેળવવા તત્પર છે અને ભવિષ્ય માં આપણા દેશ માટે પણ કંઈક કરવાની પણ આશા વ્યક્ત કરી છે.

જુગલ ભટ્ટને આ અગાઉ 2008 માં તેમના રૂષીમામા (રૂષી સર) એક ભારત દેશની નામી કંપની HUL (LIFEBUOY) કોન્ટેસ્ટમાં વિજેતા બનતા શ્રીલંકા ખાતે 3 દિવસ ભારતીય ક્રિકેટ ટીમના પ્રખ્યાત કિકેટર યુવરાજસિંહ સાથે રહેવાનો મોકો પણ મળ્યો હતો.

More #Gondal #Engineer Student #Gujarati raper #KBC #Hotseat #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud