• પુત્ર-પુત્રીના લગ્ન માટે પરિવારે પોતાનુ મકાન રૂ. 1 કરોડ 20 લાખમાં વેચી કાઢ્યું
  • મકાનના માત્ર રૂ. 20 લાખ આપ્યાં બાદ અન્ય રકમની માગણી કરતા પરિવાર સામે આર.ડી વોરાએ અરજી કરી હેરાનગતી શરૂ કરી
  • આર્થિક ભીંસમાં આવી જતા પરિવારે સામુહિક આપઘાતનુ પગલુ ભર્યું

Watchgujarat. શહેરનાં નાનામૌવા રોડ પરના શિવમપાર્કમાં રહેતા પરિવારે આર્થિક ભીંસ હોવાને કારણે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે. જેમાં કોરોનાની દવા હોવાનું કહી પિતાએ પોતાના પુત્ર-પુત્રીને ઝેરી દવા પીવડાવી હતી. અને બાદમાં પોતે પણ ઝેરી દવા ગટગટાવી લેતા ત્રણેયને સારવારમાં ખસેડાયા છે.  કોરોના કાળ વચ્ચે સામે આવેલા સામુહિક આપઘાતનાં આ બનાવને લઈને શહેરમાં ચકચાર મચી છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે સ્યુસાઇડ નોટ સહિતનાં વિવિધ પુરાવાઓને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ, નાનમૌવા રોડ પરના શિવમ પાર્ક ખાતે રહેતા કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયાએ પુત્ર-પુત્રીને ઝેરી દવા પીવડાવી પોતે પણ ગટગટાવી લેતા સારવારમાં ખસેડાયા હતા. પોલીસની પૂછપરછમાં આધેડનાં પત્ની અને તેના ભાઇએ કહ્યું હતું કે, અમે પુત્ર-પુત્રીનાં લગ્ન માટે એડવોકેટ આર. ડી. વોરાના સંબંધીને અમારૂ મકાન વેચ્યુ હતું. જેમાં રૂપિયા 1.20 કરોડનો સોદો થયા બાદ રૂપિયા 20 લાખ અમોને આપી દીધા હતા. બાદમાં રૂ. 1 કરોડની માંગણી કરતાં આર.ડી.વોરાએ પોલીસમાં અમારા વિરૂઘ્ધ અરજી કરી હેરાનગતિ શરૂ કરી હતી. જેનાથી કંટાળી મધરાતે જ કમલેશભાઈએ આ પગલું ભર્યું હતું.

પોલીસનાં જણાવ્યા મુજબ 45 વર્ષીય કમલેશભાઈ કર્મકાંડનો વ્યવસાય કરે છે. ગતરાત્રે તેઓ બહારથી કોઈ ઝેરી દવા લાવ્યા હતા. અને પોતાના 21 વર્ષીય પુત્ર અંકિત તેમજ 22 વર્ષીય પુત્રી કૃપાલીને કોરોનાની દવા હોવાનું કહીને પીવડાવી હતી. બાદમાં પોતે પણ આ દવા પી લેતા પત્નીએ ત્રણેયને પ્રથમ વોકહાર્ટ અને બાદમાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડયા હતા. હાલ તાલુકા પોલીસે ત્રણેયનું નિવેદન લેવા માટે તજવીજ હાથ ધરી છે. જોકે  આ ત્રણેય બેભાન હોય તેમના પરિવારજનોના નિવેદન લેવા કાર્યવાહી કરીને તેની પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નોટનાં આધારે તપાસ શરૂ કરી છે.

સામુહિક આપઘાતનો પ્રયાસ કરનાર કમલેશભાઇની  સ્યુસાઇડ નોટમાં જાણો શું લખ્યું છે

મારે મરવાનું કારણ આર.ડી.વોરા તથા દિલીપભાઇ કોરાટ જેણે મારૂ મકાન લીધુ છે. રૂપિયા 65 લાખનો ખોટો આરોપ મુકેલ છે. મારી પાસે અત્યારે પાંચ હજાર રૂપિયા પણ નથી કાર અને મકાનનાં ચાર હપ્તા ચડી ગયા છે. 2 કરોડ 12 લાખ મારા દિનેશ તથા ભાવીન લઇને જતા રહ્યા છે. ત્યારબાદ મારી મુંજવણ સતત વધી ગઇ છે મને ખબર છે હું સમજી વિચારીને જ આ પગલુ ભરૂ છું. છેલ્લે લાખની જરૂર હતી તો નરેન્દ્ર પુજારાને મે સાટાખત ભરીને 12 લાખ સાટાખતનાં ભરેલા છે. ઘણુ બધુ લખવું છે ઉતાવળમાં લખુ છું. સમય નથી મને બધા બોવ યાદ આવે છે. મરવુ સહેલુ નથી પણ મજબૂરી છે. કોરોનામાં કામકાજ નથી અને સમય ખરાબ ચાલી રહ્યો છે. બધાના નામ નથી લેતો પણ બધાને જયશ્રી કૃષ્ણ. . .

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud