• તૌકતે વાવાઝોડાએ ગુજરાતને ધમરોળતા સૌરાષ્ટ્ર સહિત કિનારાના વિસ્તારોમાં જાન – માલનું ભારે નુકશાન થયું
  • પ્રધાનમંત્રીએ એક દિવસના પ્રવાસે આવી સ્થિતીનું નિરીક્ષણ કર્યુ, અને રાહત પેકેજ જાહેર કર્યું
  • વાવાઝોડાને પગલે એક પણ સિંહનું મૃત્યુ નહિ થયું હોવાનો  સરકારનો દાવો
  • ગીર રેંજમાં હવે બધું શાંત થઇ ગયું હોય તેમ માનીને ટોળું લટાર મારવા નિકળ્યું

WatchGujarat. તૌકતે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક ભાગોમાં ભારે નુકશાન થયું હતું. ગત રોજ પ્રધાનમંત્રી દ્વારા સ્થિતીનું નિરીક્ષણ કરીને પ્રારંભિક રૂ. 1 હજાર કરોડની આર્થિક સહાય જાહેર કરવામાં આવી હતી. જ્યારે આજે સવારે તૌકતે વાવાઝોડાની રાજ્યમાંથી વિદાય બાદ ગીરના જંગલોમાં સિંહો લટાર મારવા નિકળ્યા હતા.

તૌકતે વાવાઝોડાએ ગુજરાતને ધમરોળ્યું હતું. સૌરાષ્ટ્ર સહિત કિનારાના વિસ્તારોમાં જાન – માલનું ભારે નુકશાન થયું છે. ગત રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યના એક દિવસના પ્રવાસે હતા. રાજ્યમાં વાવાઝોડાની સ્થિતીનું નિરીક્ષણ કર્યા બાદ પ્રધાનમંત્રીએ પ્રારંભિક રૂ. 1 હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. દુનિયામાં નામના ધરાવતું રાજ્યના ગીરમાં પણ વાવાઝોડાની અસર થઇ હતી. ગીરના સિંહોને જોવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે.

વાવાઝોડાને પગલે એક પણ સિંહનું મૃત્યુ નહિ થયું હોવાનો દાવો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેની વચ્ચે આજે ગીરના જંગરમાં સિંહોનું એક ટોળું લટાર મારવા નિકળ્યું હોવાને વિડીયો સામે આવ્યો હતો. વિડીયોમાં સિંહ અને સિંહણ જુથમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જઇ રહ્યા હોવાનું નજરે પડતું હતું. જાણે હવે બધું શાંત થઇ ગયું હોય તેમ માનીને ટોળું લટાર મારવા નિકળ્યું હોય તેવું જોવા મળતું હતું.

રાજ્ય સરકારના ઉચ્ચ સનદી અધિકારી ડો. રાજીવ કુમાર ગુપ્તાએ એક વિડીયો સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ટ્વીટ કર્યો હતો. વિડીયોમાં સિંહોનું જુથ ગીરના અકોલવાડી રેંજમાં ફરવા નિકળ્યાનું જણાવવામાં આવ્યું હતું. તેની સાથે ટ્વીટમાં ઉમેર્યું કે, વાવાઝોડામાં સિંહો સલામત છે. અને અહિંયાના ફિલ્ડ સ્ટાફ દ્વારા સિંહોનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

આમ, રાજ્ય સરકાર દ્વારા સિંહોની સુરક્ષા માટે પર્યાપ્ત પગલા લેવામાં આવ્યા હોવાનો અંદાજો લગાડી શકાય છે. કોરોના પર કાબુ મેળવ્યા બાદ ગીરના જંગલોમાં સહેલાણીઓને પ્રવાહ આવવાનું શરૂ થશે તેવું માનવામાં આવી રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud