મોરબી. શહેરનાં સામાકાંઠા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ત્યાંનાં એક પરિવારની પાંચ વર્ષની બાળકી પર પાડોશમાં જ રહેતા સગીર યુવાને દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાને પગલે બાળકીનાં ગુપ્તાંગમાંથી લોહી વહેવા લાગતા પરિવારને જાણ થઈ હતી. અને હાલ મામલો પોલીસમાં પહોંચ્યો છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, સામાકાંઠા વિસ્તારમાં પોતાના ઘર નજીક રમતી પાંચ વર્ષની એક માસુમને તેનો પાડોશી રમાડવાનાં બહાને લઈ ગયો હતો. થોડા કલાકો બાદ આ માસુમ ધ્રુસકે-ધ્રુસકે રોતા પોતાના ઘરે આવી હતી. અને તેના ગુપ્તાંગમાંથી લોહી નીકળતું જોઈને પિતાને કઈક અજુગતું બન્યું હોવાની આશંકા જાગી હતી.જેને પગલે માસુમને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
દરમિયાન પરિવારજનોએ સમજાવી-ફોસલાવી માસુમ બાળકીની પૂછપરછ કરતા ઘરની બાજુમાં આવેલ મંદિરની નજીક પાડોશમાં રહેતા સગીરે દુષ્કર્મ આચર્યું હોવાનું પરિવારને જાણવા મળ્યું હતું. જેને પગલે બી ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસે બાળકીને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડી છે. આરોપીને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud