રાજકોટ. વાંકાનેર તાલુકાના જુના કણકોટ ગામની સરકારી પ્રાથમિક શાળામાં કોરોનાની મહામારી વચ્ચે બાળકોને શાળાએ બોલાવવાનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં શિક્ષકો શાળા બંધ હોવા છતાં બાળકોને ભણવા માટે સ્કૂલે બોલાવીને સાફ સફાઈ સહિતની કામગીરી કરાંવી હતી. એટલું જ નહીં આ શિક્ષકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ કર્યો હતો. આ ઘટનાનો વિડીયો વાયરલ થતા  જિલ્લા શિક્ષણાધિકારીએ કારણ બતાવો નોટિસ ફટકારીને આ અંગે શાળાના શિક્ષક પાસે જવાબ માંગ્યો છે.
કોરોના મહામારી વચ્ચે વાંકાનેરનાં જુના કણકોટ ગામે સરકારી પ્રાથમિક શાળા ચાલુ થઈ ગઈ હોવાનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં વિડીયો બનાવનાર શિક્ષકને પૂછી રહ્યા છે કે ,હાલ કોરોનાની મહામારી છે અને શાળાઓ બંધ છે છતાં આ સ્કૂલને ચાલુ કરવાની તમને કોણે પરવાનગી આપી? અને કોના કહેવાથી આટલી ગંભીર મહામારી વચ્ચે બાળકોને શાળાએ ભણવા માટે બોલાવ્યા? જો કે માસ્ક વિના ઉભેલા શિક્ષક એક પણ પ્રશ્નનો જવાબ આપી શક્યા નહોતા.
સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવતા મોરબી જિલ્લા શિક્ષણાધિકારીએ જવાબદારોને નોટિસ ફટકારી હતી. સાથે જ આ અંગે યોગ્ય તપાસ કરી જરૂર પડ્યે વધુ કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં કોરોનાને લઈને શાળાઓની સાથે જ ટ્યુશન કલાસીસ પણ બંધ રાખવાનો આદેશ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. છતાં બાળકોના આરોગ્ય સાથે ચેડાં કરી ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરનાર આ શાળાના શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ લોકો કરી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud