• ફરિયાદ સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી
  • વહુ ગમતી ન હોવાને કારણે સાસરિયાઓ પહેલાથી જ માનસિક ત્રાસ આપતા

#Rajkot - નાની બહેન સાથે સેટિંગ કરાવવા દબાણ કરતા પતિથી ત્રસ્ત બની પત્ની

WatchGujarat. સરકારની મહિલા સુરક્ષાની વાતોની વચ્ચે સ્ત્રીઓ પર અત્યાચાર સતત વધી રહ્યા છે. શહેરનાં રૈયારોડ પરના ડ્રીમ સીટી વિસ્તારમાં માવતરના ઘરે રહેતી પરિણીતાની આવી જ એક ફરિયાદ સામે આવી છે. જેમાં સસરિયાઓનાં માનસિક ત્રાસ સાથે પતિ તો નાની બહેન સાથે સેટિંગ કરાવી આપવા દબાણ કરતો હોવાનું જણાવાયું છે. આ ફરિયાદ સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી છે. અને પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પિતાના ઘરે રહેતા આશાબેન (નામ બદલ્યું છે ) નામની પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન વર્ષ 2013માં 19 જાન્યુઆરીના રોજ થયા હતા. સંતાનમાં તેમને એક દીકરો અને એક દીકરી છે. લગ્ન બાદ હું મારા પતિ સાથે રહેતી હતી. લગ્નના ચાર વર્ષ બાદ અમે બધા અમદાવાદ રહેવા ગયા હતા. હું મારા સાસરિયાઓને પહેલેથી જ ગમતી નહોતી. જેથી તેઓ મને હર હંમેશ શારીરિક-માનસિક ત્રાસ આપતા રહેતા હતા.

#Rajkot - નાની બહેન સાથે સેટિંગ કરાવવા દબાણ કરતા પતિથી ત્રસ્ત બની પત્ની

જેનાથી કંટાળીને 21 જાન્યુઆરી 2019માં રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જો કે તે. સમયે ઘરમેળે સમાધાન થઈ જતા ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. પરંતુ પોલીસ કેસ પાછો ખેંચી લેતાં ભૂતકાળમાં મેં જે કેસ કર્યો હતો તેનો ખાર રાખી નાની નાની બાબતોમાં સાસરિયાઓ હેરાન કરવા લાગ્યા હતા. એટલું જ નહીં નણંદ સપનાબેન જયદીપભાઇ કુબાવતના લગ્ન થઈ ગયા હોવા છતાં તેઓ અમારા જ ઘરે રહેતા હતા. અને નાની-નાની બાબતોમાં માનસિક ત્રાસ આપતા હતા. #બહેન

સાસુ અલકાબેન સહિત સસરા હરેશભાઇ પણ ઘરમાં તને કાંઈ આવડતું નથી. મારા દીકરાની જિંદગી બગાડી નાખી કહીને મેણાટોણા માર્યા કરતા હતા. નણંદ કોઈ કામ તો નહોતા કરતા પણ મારા કરેલા કામમાં ભૂલો શોધી ટોર્ચર કરતા રહેતા હતા. આટલું ઓછું હોય તેમ છેલ્લા કેટલાક સમયથી મારા પતિ દેવ વ્રત હરેશભાઈ રામાનુજ મને મારી નાની બહેન સાથે સેટિંગ કરાવી આપવાનું પણ દબાણ કરતા હતા. #બહેન

3 સપ્ટેમ્બરના રોજ મારી સાથે ઝઘડો કરીને તેમને મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે મહિલાએ અમદાવાદ રહેતા સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે આ ફરિયાદ પરથી પરિણીત મહિલાનાં પતિ દેવવ્રત હરેશભાઈ રામાનુજ, સસરા હરેશ ઓધવજીભાઈ રામાનુજ તેમજ સાસુ અલકાબેન અને નણંદ અરુણાબેન અને સપનાબેન વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

More #બહેન #Husband #ask #for #setting #with #sister #wife #complaint #filled #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud